Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાન સાથે કામ કરતી વખતે ખૂબ પ્રેશર હતું : પ્રીતમ

આમિર ખાન સાથે કામ કરતી વખતે ખૂબ પ્રેશર હતું : પ્રીતમ

20 December, 2020 01:55 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

આમિર ખાન સાથે કામ કરતી વખતે ખૂબ પ્રેશર હતું : પ્રીતમ

આમિર ખાન સાથે કામ કરતી વખતે ખૂબ પ્રેશર હતું : પ્રીતમ

આમિર ખાન સાથે કામ કરતી વખતે ખૂબ પ્રેશર હતું : પ્રીતમ


પ્રીતમનું કહેવું છે કે આમિર ખાન સાથે કામ કરતી વખતે હું ખૂબ પ્રેશરમાં હતો. તેમણે ૨૦૧૩માં આવેલી ‘ધૂમ 3’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને આજે ૭ વર્ષ થયાં છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મને વિજય ક્રિષ્ણા આચાર્ય દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી, જેમાં આમિરની સાથે કૅટરિના કૈફ પણ હતી. ‘ધૂમ’ સિરીઝ માટે પ્રીતમે મ્યુઝિક આપ્યું છે. આ વિશે વાત કરતાં પ્રીતમે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કામ કરવાનું મારા માટે સૌથી મોટું પ્રેશર એ હતું કે હું પહેલી વાર આમિર ખાન સાથે કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું મ્યુઝિક તૈયાર કરવા માટે મને ખૂબ લાંબો સમય લાગ્યો હતો અને હું ખૂબ જ થાકી પણ ગયો હતો, પરંતુ મજા પણ આવી હતી. વિક્ટર (વિજય ક્રિષ્ણા આચાર્ય) મ્યુઝિક પર્સન છે અને હું તેને પહેલેથી જાણતો હોવાથી અમારા સંબંધ સારા હતા. આ ફિલ્મને ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી હતી અને ગીતને પણ ખૂબ જ મોટા સ્કૅલ પર શૂટ કરવામાં આવ્યાં હોવાથી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. જોકે એ ચૅલેન્જને કારણે મેં જે મ્યુઝિક તૈયાર કર્યું હતું એના પર આજે પણ મને ગર્વ છે. ‘ધૂમ 2’ના ઘણા સમય બાદ ત્રીજી ફિલ્મ આવી હોવાથી એ પહેલાંની ફિલ્મનું પ્રેશર મારા પર નહોતું. આ સિરીઝની દરેક ફિલ્મમાં સૌથી વધુ મેં ‘ધૂમ 3’માં કામ કર્યું હતું, કારણ કે પરિસ્થિતિ થોડી કૉમ્પ્લીટ હતી. ફિલ્મમાં એક સર્કસ પણ ચાલી રહ્યું હતું એથી મ્યુઝિક એની સાથે ફિલ્મને પણ બંધ બેસે એ જરૂરી હતું.’
આ ફિલ્મનાં ફેવરિટ ગીત વિશે વાત કરતાં પ્રીતમે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં મારું ફેવરિટ ગીત ‘કમલી’ છે. મેં અનપ્લગ્ડ વર્ઝનમાં આ ગીત વિક્ટરને સંભળાવ્યું હતું. આ ખૂબ જ સૉફ્ટ સૉન્ગ હતું, પરંતુ ફિલ્મની પરિસ્થિતિને આધારે મેં એને ડાન્સમાં રૂપાંતર કર્યું હતું. દરેકને મેલડી ખૂબ જ પસંદ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કૅટરિનાને આ ગીત પર પર્ફોર્મ કરતી જોઈને મને ખૂબ ખુશી થઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2020 01:55 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK