The Family Man Trailer: મનોજ બાજપેયીનું ડિજિટલ ડેબ્યૂ છે ધમાકેદાર
મનોજ બાજપેયીનું ડિજિટલ ડેબ્યૂ
બોલીવુડના સૌથી સફળ એક્ટરમાંથી એક મનોજ બાજપેયી પહેલી વાર એક વેબ સીરિઝ ધ ફેમિલી મેનમાં નજર આવવાના છે. આ વેબ સીરિઝનું ટ્રેલર હાલમાં જ રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં તેમની ધમાકેદાર એક્ટિંગ જોવા મળી રહી છે.
હાલમાં જ એમેઝોન પ્રાઈમ વીડિયોના આધિકારીર અકાઉન્ટ પરથી ધ ફેમિલી મેનનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે, ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે મનોજ બાજપેયી શ્રીકાંત નામના એક મધ્યવર્ગીય વ્યક્તિનો કિરદાર નિભાવી રહ્યા છે, જે પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે.
ADVERTISEMENT
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે શ્રીકાંત સરકાર કર્મચારી છે જે પોતાના પરિવારની જવાબદારી અને પોતાની નોકરી વચ્ચે પરેશાન રહે છે. અને તેનો પરિવાર તેનાથી નાખુશ રહે છે.
કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બતાવવામાં આવે છે કે શ્રીકાંત તિવારી કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ એક સ્પેશિયલ એજન્ય છે અને એક સીક્રેટ સેલમાં કામ કરે છે. શ્રીકાંત પોતાની સરકારની નોકરી, પરિવાર અને પોતાના સીક્રેટ સેલના મિશન વચ્ચે કઈ રીતે તાલમેલ બનાવે છે તેનો ખુલાસો તો સીરિઝ જોશો ત્યારે જ ખબર પડશે.
આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ
વેબ સીરિઝમાં મનોજ બાજપેયીની સાથે એક્ટ્રેસ પ્રિયમણિ પણ મુખ્ય કિરદારમાં નજર આવી રહી છે. સાથે શારિબ હાશમી, નીરજ માધવ, શરદ કેલકર, ગુલ પનાગ અને દિલીપ તાહિલ પણ છે. સીરિઝના કુલ 10 એપિસોડ છે જે 20 સપ્ટેમ્બરે રીલિઝ થશે.