Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

Sep 06, 2019, 13:07 IST
  • તપસ રેલિયા મૂળ અમદાવાદના છે. તેમણે પોતાનું શિક્ષણ પણ અમદાવાદમાંથી જ પૂર્ણ કર્યું છે. 12માં ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા બાદ તેઓ મુંબઈ આવી ગયા હતા.

    તપસ રેલિયા મૂળ અમદાવાદના છે. તેમણે પોતાનું શિક્ષણ પણ અમદાવાદમાંથી જ પૂર્ણ કર્યું છે. 12માં ધોરણ સુધી અમદાવાદમાં ભણ્યા બાદ તેઓ મુંબઈ આવી ગયા હતા.

    1/15
  • તપસને બહુ નાની ઉંમરથી સંગીત પ્રત્યે ખાસ લગાવ હતો. તેમના પિતા શોખથી શાસ્ત્રીય સંગીત શીખતા હતા. તેમને જોઈને તેઓ મોટા થયા અને તેમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.

    તપસને બહુ નાની ઉંમરથી સંગીત પ્રત્યે ખાસ લગાવ હતો. તેમના પિતા શોખથી શાસ્ત્રીય સંગીત શીખતા હતા. તેમને જોઈને તેઓ મોટા થયા અને તેમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.

    2/15
  • તપસે સ્કૂલના બેન્ડમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તે પણ કોઈ તાલિમ મેળવ્યા વગર. સંગીતમાં રસ તો હતો જ એટલે દસમા ધોરણથી તેણે ગિટાર અને શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલું કર્યું.

    તપસે સ્કૂલના બેન્ડમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને તે પણ કોઈ તાલિમ મેળવ્યા વગર. સંગીતમાં રસ તો હતો જ એટલે દસમા ધોરણથી તેણે ગિટાર અને શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલું કર્યું.

    3/15
  • તપસ એક બાબતે ચોક્કસ હતા કે તેમને સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવું છે. અને એટલે જ તેઓ મુંબઈ આવ્યા અને વેસ્ટર્ન ક્લાસિકલ પિયાનો શીખવાનું શરૂ કર્યું. તેમણે ટ્રિનીટી કૉલેજ ઑફ લંડનથી કોરસપોન્ડન્સથી 7 ગ્રેડ સુધીનો કોર્સ કર્યો.

    તપસ એક બાબતે ચોક્કસ હતા કે તેમને સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવું છે. અને એટલે જ તેઓ મુંબઈ આવ્યા અને વેસ્ટર્ન ક્લાસિકલ પિયાનો શીખવાનું શરૂ કર્યું. તેમણે ટ્રિનીટી કૉલેજ ઑફ લંડનથી કોરસપોન્ડન્સથી 7 ગ્રેડ સુધીનો કોર્સ કર્યો.

    4/15
  • મુંબઈ આવીને ચાર વર્ષ તપસે સંગીત શીખ્યું અને સાથે જ કામ કરવાનું પણ શરૂ કરી દીધું. તેમણે ઘણી જાહેરાતો કરી. રેડિયો અને કોર્પોરેટ માટે જિંગલ પણ લખી, આકાશવાણી માટે પણ કામ કર્યું.

    મુંબઈ આવીને ચાર વર્ષ તપસે સંગીત શીખ્યું અને સાથે જ કામ કરવાનું પણ શરૂ કરી દીધું. તેમણે ઘણી જાહેરાતો કરી. રેડિયો અને કોર્પોરેટ માટે જિંગલ પણ લખી, આકાશવાણી માટે પણ કામ કર્યું.

    5/15
  • તપસને પહેલો મેજર બ્રેક ક્લોઝઅપની એડથી મળ્યો. તેમની 'ક્યા આપ ક્લોઝ અપ કરતે હૈ!' જિંગલ ખૂબ જ હિટ થઈ. અને પછી તેમને પાછા વળીને નથી જોવું પડ્યું.

    તપસને પહેલો મેજર બ્રેક ક્લોઝઅપની એડથી મળ્યો. તેમની 'ક્યા આપ ક્લોઝ અપ કરતે હૈ!' જિંગલ ખૂબ જ હિટ થઈ. અને પછી તેમને પાછા વળીને નથી જોવું પડ્યું.

    6/15
  • તપસે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને તેના તમામ પ્રોજેક્ટ્સમાંથી તેમને નાગેશ કુકૂનુર સાથે તેમણે કરેલી ફિલ્મો ધનક અને લક્ષ્મી ખૂબ જ પસંદ છે. તપસ કહે છે કે ખાસ કરીને લક્ષ્મી તેમના દિલની ખૂબ જ નજીક છે. કારણ કે તેનું મ્યુઝિક ઓર્ગેનિક છે.

    તપસે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને તેના તમામ પ્રોજેક્ટ્સમાંથી તેમને નાગેશ કુકૂનુર સાથે તેમણે કરેલી ફિલ્મો ધનક અને લક્ષ્મી ખૂબ જ પસંદ છે. તપસ કહે છે કે ખાસ કરીને લક્ષ્મી તેમના દિલની ખૂબ જ નજીક છે. કારણ કે તેનું મ્યુઝિક ઓર્ગેનિક છે.

    7/15
  • તપસે ધંત્યા ઓપન નામની ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું છે. જેમાં તેમને કામ કરવાની પણ મજા આવી હતી, અને વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની તેમને ઈચ્છા છે.

    તપસે ધંત્યા ઓપન નામની ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું છે. જેમાં તેમને કામ કરવાની પણ મજા આવી હતી, અને વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની તેમને ઈચ્છા છે.

    8/15
  • તપસને ઈન્ડિયન સેમી ક્લાસિકલ મ્યુઝિક પર કામ કરવું સૌથી વધુ ગમે છે. તેને ગુજરાતી લોકગાયકોમાં ઓસમાણ મીર પસંદ છે. તેમની સાથે કામ કરવાની પણ તેમને ઈચ્છા છે.

    તપસને ઈન્ડિયન સેમી ક્લાસિકલ મ્યુઝિક પર કામ કરવું સૌથી વધુ ગમે છે. તેને ગુજરાતી લોકગાયકોમાં ઓસમાણ મીર પસંદ છે. તેમની સાથે કામ કરવાની પણ તેમને ઈચ્છા છે.

    9/15
  • ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા તપસ કહે છે કે, હવે ગુજરાતી મ્યુઝિક એક સારા સ્તર પર પહોંચ્યું છે. ગુજરાતી સોંગ્સનો અપ્રોચ પણ બોલીવુડ સોંગ્સ જેવો થઈ રહ્યો છે. જે સારી વાત છે.

    ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા તપસ કહે છે કે, હવે ગુજરાતી મ્યુઝિક એક સારા સ્તર પર પહોંચ્યું છે. ગુજરાતી સોંગ્સનો અપ્રોચ પણ બોલીવુડ સોંગ્સ જેવો થઈ રહ્યો છે. જે સારી વાત છે.

    10/15
  • તપસ જરૂર પડે ત્યારે લીરિક્સ લખી શકે છે અને ગાઈ પણ શકે છે. તપસ કહે છે કે હું કોઈ ગાયક નથી, પરંતુ ડિરેક્ટરને સંભળાવવા માટે જરૂર પડે તો ડમી લીરિક્સ લખી નાખું. અને ગાઈને પણ સંભળાવું.

    તપસ જરૂર પડે ત્યારે લીરિક્સ લખી શકે છે અને ગાઈ પણ શકે છે. તપસ કહે છે કે હું કોઈ ગાયક નથી, પરંતુ ડિરેક્ટરને સંભળાવવા માટે જરૂર પડે તો ડમી લીરિક્સ લખી નાખું. અને ગાઈને પણ સંભળાવું.

    11/15
  • તપસે અમદાવાદથી મુંબઈ આવીને ઘણો સંઘર્ષ કરીને આ મુકામ મેળવ્યો છે. તપસ કહે છે કે, એક સમય એવો પણ આવ્યો હતો કે, 'પિતાએ કહ્યું હતું કે હવે પાછા આવી જાઓ.' પરંતુ એ સમયે જ મને સારો બ્રેક મળ્યો અને પાછા જવાની જરૂર નથી પડી.

    તપસે અમદાવાદથી મુંબઈ આવીને ઘણો સંઘર્ષ કરીને આ મુકામ મેળવ્યો છે. તપસ કહે છે કે, એક સમય એવો પણ આવ્યો હતો કે, 'પિતાએ કહ્યું હતું કે હવે પાછા આવી જાઓ.' પરંતુ એ સમયે જ મને સારો બ્રેક મળ્યો અને પાછા જવાની જરૂર નથી પડી.

    12/15
  • પોતાના કરિઅર માટે તપસ તેમના માતા-પિતાને શ્રેય આપે છે. તપસ કહે છે કે 1994-95નો એ સમય હતો જ્યારે સંગીતમાં કારકિર્દી બની શકે તેવું કોઈ નહોતું વિચારતું, ત્યારે મારા માતા પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો.

    પોતાના કરિઅર માટે તપસ તેમના માતા-પિતાને શ્રેય આપે છે. તપસ કહે છે કે 1994-95નો એ સમય હતો જ્યારે સંગીતમાં કારકિર્દી બની શકે તેવું કોઈ નહોતું વિચારતું, ત્યારે મારા માતા પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો.

    13/15
  • તપસ હાલ એક ફિલ્મ અને વેબ સીરિઝ પર કામ કરી રહ્યા છે. સાથે જ તેઓ સ્ટાર, કલર્સ, સોની જેવી ચેનલના પ્રોમો પણ બનાવે છે.

    તપસ હાલ એક ફિલ્મ અને વેબ સીરિઝ પર કામ કરી રહ્યા છે. સાથે જ તેઓ સ્ટાર, કલર્સ, સોની જેવી ચેનલના પ્રોમો પણ બનાવે છે.

    14/15
  • તપસ મ્યુઝિક સિવાય પોતાની લાઈફને ઈમેજિન નથી કરી શકતા. તપસ કહે છે કે, 'મારે આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે, મેં ક્યારેય વિચાર્યું જ નથી કે મ્યુઝિક સિવાય હું બીજા ક્યા ક્ષેત્રમાં કામ કરીશ. બસ આ જ રીતે સારું કામ કરતા રહેવું છે.'

    તપસ મ્યુઝિક સિવાય પોતાની લાઈફને ઈમેજિન નથી કરી શકતા. તપસ કહે છે કે, 'મારે આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે, મેં ક્યારેય વિચાર્યું જ નથી કે મ્યુઝિક સિવાય હું બીજા ક્યા ક્ષેત્રમાં કામ કરીશ. બસ આ જ રીતે સારું કામ કરતા રહેવું છે.'

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ક્લોઝઅપ..આ નામ પડે એટલે યાદ આવે એક લાઈન, 'ક્યા આપ ક્લોઝઅપ કરતે હૈ!'. વર્ષોથી આ જિંગલ જાણે ક્લોઝઅપની ઓળખ બની ગઈ છે. શું તમને ખબર છે આ જિંગલ બનાવવાનો આઇડિયા એક ગુજરાતીનો હતો! જેમનું નામ છે તપસ રેલિયા. ચાલો જાણીએ તેમની સફરને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK