બૉલીવુડ ઍક્ટ્રેસ ઉર્ફી જાવેદ વિચિત્ર કપડાં અને ફૅશન-સ્ટાઇલ અપનાવવા માટે જાણીતી છે. હાલમાં ઍક્ટ્રેસ તનીશા મુખરજીને એક ઇવેન્ટમાં ઉર્ફી જાવેદ પહેરે છે એવાં વિચિત્ર કપડાંમાં જોઈને લોકોને ભારે આશ્ચર્યું થયું હતું.
તનીશા મુખરજી

હકીકતમાં હાલમાં એક જાણીતા મૅગેઝિન દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં સારાં કાર્યો માટે ફન્ડ ભેગું કરવા માટે ‘કૉઝ ગાલા ઇવેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઍક્ટ્રેસ કાજોલની બહેન, ૪૭ વર્ષની ઍક્ટ્રેસ તનીશા મુખરજી મોટાં-મોટાં સફેદ ફ્લાવરની ડિઝાઇનવાળો બ્લૅક આઉટફિટ પહેરીને હાજરી આપવા આવી હતી. આ આઉટફિટ વધારે પડતો પારદર્શક હતો. તનીશાની આ અટપટી સ્ટાઇલની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.