Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ગરમીનો પારો સીધો પાંચ ડિગ્રી ઉપર, આજે પણ યલો અલર્ટ

મુંબઈમાં ગરમીનો પારો સીધો પાંચ ડિગ્રી ઉપર, આજે પણ યલો અલર્ટ

Published : 05 March, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્ચમાં ગરમી બહુ ઓછી થવાની સંભાવના નથી, એપ્રિલ-મેમાં જોરદાર ઉનાળા માટે તૈયાર રહેજો

મુંબઈમાં બપોરે બાર વાગ્યા પછી રીતસર ગરમ લૂ જેવી હવા લાગતી હતી. લોકો રસ્તા પર ગરમીથી બચવા હાથ-ચહેરો ચહેરો કવર કરીને ફરતા જોવા મળ્યા હતા. તસવીર ઃ શાદાબ ખાન

મુંબઈમાં બપોરે બાર વાગ્યા પછી રીતસર ગરમ લૂ જેવી હવા લાગતી હતી. લોકો રસ્તા પર ગરમીથી બચવા હાથ-ચહેરો ચહેરો કવર કરીને ફરતા જોવા મળ્યા હતા. તસવીર ઃ શાદાબ ખાન


ઉનાળાની સીઝન સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ હોવાથી મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિન રીજન (MMR)માં ગરમીનો પારો વધી રહ્યો છે. જોકે ગઈ કાલે તો ગરમીએ હદ કરી મૂકી. બપોરના તાપમાં મુંબઈગરા રીતસર શેકાઈ ગયા હતા. મંગળવારે ૩૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે બુધવારે ૩૫ ડિગ્રીને પાર કરી જતાં ગરમી અસહ્ય બની હતી. હવામાન ખાતાએ બુધવાર અને ગુરુવાર માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરી હતી અને આજે પણ બપોરના ભાગમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. સામાન્ય રીતે સતત બે દિવસ સુધી જો તાપમાન રેગ્યુલર તાપમાન કરતાં વધુ જોવા મળે તો એ પછીના દિવસે તપમાન વધતું રહેવાની શક્યતા જણાય ત્યારે યલો અલર્ટ જાહેર કરવામાં આવે છે.  

મુંબઈના હવામાન ખાતાનાં ડિરેક્ટર સુષમા નાયરે કહ્યું હતું કે ‘મુંબઈ અને એના પડોશી જિલ્લાઓ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનું મોજું રહેવાની અપેક્ષા છે. પવનની પૅટર્ન બદલાતાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ માર્ચ મહિનામાં એકંદર પારો ૩૦ ડિગ્રીથી ઉપર જ રહેશે.’



આ દરમ્યાન મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) જે સોમવારે ૬૪ અંક સાથે સામાન્ય હતો એ મંગળવારે ફરી ઘટીને ૧૧૧ પર પહોંચી ગયો હતો. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ની સમીર ઍપ મુજબ બુધવારે મુંબઈનો સરેરાશ AQI ૧૩૫ને પાર કરી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK