સની દેઓલે સોશ્યલ મીડિયા પર રવિવારે એક વિડિયો શૅર કરીને જણાવ્યું હતું
સની દેઓલ
સની દેઓલે સોશ્યલ મીડિયા પર રવિવારે એક વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે તેના ભાણેજનાં દિલ્હીમાં લગ્ન છે અને તે એમાં હાજરી આપવા માટે દિલ્હી સુધી ગાડી લઈને જઈ રહ્યો છે. આ વિડિયોમાં સની બહુ ઉત્સાહિત જણાતો હતો અને તેણે વિડિયોમાં કૅપ્શન લખી હતી, ‘મેં નિકલા ગડ્ડી લેકર...નેક્સ્ટ સ્ટૉપ દિલ્હી.’
આ વિડિયોમાં સની કહી રહ્યો છે કે ‘હું દિલ્હી જઈ રહ્યો છું. મારા ભાણેજનાં લગ્ન છે. મમ્મી-પપ્પા પણ ત્યાં પહોંચ્યાં છે. મજા કરીશું.’


