Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બુરખામાં માથે તિલક અને કાવડ લઈને બમબમ ભોલેના નારા લગાવતી મુસ્લિમ ભક્ત થઈ વાઇરલ

બુરખામાં માથે તિલક અને કાવડ લઈને બમબમ ભોલેના નારા લગાવતી મુસ્લિમ ભક્ત થઈ વાઇરલ

Published : 16 February, 2026 02:38 PM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યારેક આસ્થાનો રસ્તો મજહબની સરહદોને ઓળંગી જાય છે. હરિદ્વારથી ખભા પર કાવડ ઉઠાવીને એક દીકરી જ્યારે પોતાના ગામ તરફ જઈ રહી હતી તો રસ્તામાં લગભગ બધા જ તેને ધારી-ધારીને જોઈ રહ્યા હતા.

બુરખામાં માથે તિલક અને કાવડ લઈને બમબમ ભોલેના નારા લગાવતી મુસ્લિમ ભક્ત થઈ વાઇરલ

બુરખામાં માથે તિલક અને કાવડ લઈને બમબમ ભોલેના નારા લગાવતી મુસ્લિમ ભક્ત થઈ વાઇરલ


ક્યારેક આસ્થાનો રસ્તો મજહબની સરહદોને ઓળંગી જાય છે. હરિદ્વારથી ખભા પર કાવડ ઉઠાવીને એક દીકરી જ્યારે પોતાના ગામ તરફ જઈ રહી હતી તો રસ્તામાં લગભગ બધા જ તેને ધારી-ધારીને જોઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના બસ્સી ગામમાં રહેતી તમન્ના મલિક આજકાલ ચર્ચામાં છે. મહાશિવરાત્રિ પહેલાં તે હરિદ્વારથી ગંગાજળ લઈને કાવડયાત્રા પર નીકળી છે. તેણે મન્નત માગી હતી જે પૂરી થઈ હોવાથી પૂરી આસ્થા સાથે તે કાવડમાં ગંગાજળ લઈને ચાલીને પોતાના ગામ જઈ રહી હતી. મહાશિવરાત્રિના દિવસે તેણે ગામના શિવમંદિરમાં ગંગાજળથી જળાભિષેક કરવાનો સંકલ્પ લીધો હતો. તમન્નાને રસ્તામાં આવતાં ગામોમાં અનેક લોકો જોવા ઊમટ્યા હતા. શિવભક્તોએ તેના પર ફૂલવર્ષા કરીને વધામણી આપી હતી. તે શિવભક્તોના ગ્રુપ સાથે ચાલી રહી હતી અને સ્થાનિક પ્રશાસને તેની સુરક્ષા માટેની વ્યવસ્થા પણ કરી હતી જેથી રસ્તામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 02:38 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK