આ વખતની વેડિંગ સીઝનમાં હેવી સાડીને બદલે સિમ્પલ સાડી વિથ હેવી બ્લાઉઝનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે ત્યારે બદલાતા સમય સાથે બ્લાઉઝ હવે માત્ર વસ્ત્રનો ભાગ નથી પણ વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ બની ગયું છે
દૂધી ઉત્તપમ
સામગ્રી : ૧ કપ છાલ કાઢેલી અને નાના ટુકડા કરેલી દૂધી, ૧ કપ રવો, ૧/૨ કપ દહીં, ૧ ટુકડો આદું, ૨ લીલાં મરચાં, ૧/૨ કપ કોથમીર, ૧/૪ ચમચી હિંગ, ૧/૨ ચમચી જીરું પાઉડર, ચપટી હળદર, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ઈનો પાઉડર, જોઈતું પાણી, ટૉપિંગ માટે ૧ કપ ટોટલ કૅપ્સિકમ, ટમેટાં, કાંદા અને બાફેલા મકાઈ દાણા, ૨ ચમચી તેલ.
રીત: મિક્સરમાં દૂધીના ટુકડા, રવો, દહીં, આદું-મરચાં, કોથમીર અને થોડું પાણી નાખી જાડું મિશ્રણ તૈયાર કરો. હવે આમાં હિંગ, મીઠું, હળદર, જીરું પાઉડર નાખી હલાવો. દસ મિનિટ રહેવા દો, પછી ઉપર ઈનો પાઉડર અને ઉપર ચમચી પાણી નાખી હળવે હાથે હલાવો અને તેલ લગાડેલા નૉન-સ્ટિક ઉત્તપમ પૅનમાં ખીરું પાથરો. ઉપરથી કાપેલા કૅપ્સિકમ, કાંદા અને ટમેટાં નાખી સહેજ દબાવો. બન્ને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકો. ગરમાગરમ દૂધી ઉત્તપમ સર્વ કરો.


