ભાડે આપવામાં આવેલી મિલકત અંધેરી-વેસ્ટમાં ક્રેસ્ટ મુક્તા ડેવલપમેન્ટમાં આવેલી છે
સુભાષ ઘઈ
ફિલ્મમેકર સુભાષ ઘઈએ ક્રેસ્ટ વેન્ચર્સ લિમિટેડ અને મુક્તા આર્ટ્સ સાથે મળીને અંધેરી-વેસ્ટમાં એક કમર્શિયલ પ્રૉપર્ટી ૩.૩૮ લાખ રૂપિયાના માસિક ભાડાથી ભાડે આપી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR) વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ લીઝ-ઍગ્રીમેન્ટનું આ મહિનામાં સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
ભાડે આપવામાં આવેલી મિલકત અંધેરી-વેસ્ટમાં ક્રેસ્ટ મુક્તા ડેવલપમેન્ટમાં આવેલી છે અને એનો બિલ્ટ-અપ વિસ્તાર આશરે ૭૫૦૦ સ્ક્વેર ફુટ (લગભગ ૬૯૭ સ્ક્વેર મીટર) છે. ૬૦ મહિના (પાંચ વર્ષ)ના આ લીઝ-ઍગ્રીમેન્ટમાં ૨૪.૬૬ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ ડીલનું રજિસ્ટ્રેશન ૫૭,૫૦૦ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયાના રજિસ્ટ્રેશન-ચાર્જ સાથે કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ડીલ પ્રમાણે આ ભાડાનું મૂલ્ય દર વર્ષે લગભગ પાંચ ટકા વધશે. પ્રથમ વર્ષમાં શરૂઆતી માસિક ભાડું ૩.૩૮ લાખ રૂપિયા છે એ પાંચમા વર્ષ સુધીમાં વધીને ૪.૧૧ લાખ રૂપિયા થઈ જશે. આમ પાંચ વર્ષના ભાડાના સમયગાળા દરમ્યાન લગભગ ૨.૨૪ કરોડ રૂપિયા જેટલું કુલ ભાડું મળશે.


