મનીષ મલ્હોત્રાએ જે તસવીરો શૅર કરી છે એમાં નુશરત ભરૂચા, ઊર્મિલા માતોન્ડકર અને અદિતિ રાવ હૈદરી એથ્નિક લુકમાં જોવા મળી છે
મનીષ મલ્હોત્રાના ઘરે આયોજિત ગણપતિ ઉત્સવમાં અનેક ફિલ્મી હસ્તી
બુધવારે ગણેશચતુર્થીના અવસરે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે આયોજિત ગણપતિ ઉત્સવમાં અનેક ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી અને બાપ્પાનાં દર્શન કર્યાં. આ સ્ટાર્સમાં ચંકી પાંડે અને અનન્યા પાંડેની બાપ-દીકરીની જોડીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફંક્શનમાં ગોલ્ડન બૉર્ડરવાળી સફેદ સાડીમાં રેખા પણ જોવા મળી હતી અને તેણે પોતાનો લુક સિંદૂર અને સ્ટાઇલિશ અંબોડાથી કમ્પ્લીટ કર્યો હતો. મનીષ મલ્હોત્રાએ જે તસવીરો શૅર કરી છે એમાં નુશરત ભરૂચા, ઊર્મિલા માતોન્ડકર અને અદિતિ રાવ હૈદરી એથ્નિક લુકમાં જોવા મળી છે. આ ફંક્શનમાં મનીષ મલ્હોત્રાના પ્રોડ્ક્શન હાઉસની ૨૫ નવેમ્બરે રિલીઝ થનારી પહેલી ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’નો હીરો વિજય વર્મા પણ હાજર રહ્યો હતો.


