Spirit Controversy: સંદીપ રેડ્ડી વાંગાનો આરોપ…દીપિકા પાદુકોણે `ડર્ટી પીઆર ગેમ` રમી; ફિલ્મ છોડીને ફસાઈ અભિનેત્રી
સંદીપ રેડ્ડી વાંગા, દીપિકા પાદુકોણ
બૉલિવૂડ ડિરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઇટર સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga) આજકાલ પોતાની ફિલ્મ `સ્પિરિટ` (Spirit)ને કારણે સમાચારમાં છે. સંદીપ રેડ્ડી વાંગા ઘણીવાર પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે અને આ વખતે પણ તેણે ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે સીધો પંગો લીધો છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ડિરેક્ટરની ફિલ્મ `સ્પિરિટ`માંથી પીછેહઠ કરી છે, જેના પછી બંને વચ્ચેનો વિવાદ (Spirit Controversy) વધી ગયો છે. ચાલો જાણીએ શું છે આ મામલો.
સંદીપ રેડ્ડી વાંગા અત્યારે તેની ફિલ્મ ‘સ્પિરિ’ટને કારણે સમાચારમાં છે. આ ફિલ્મમાં પ્રભાસ (Prabhas) મુખ્ય ભૂમિકામાં જોવા મળવાનો છે. ફિલ્મમાં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની હતી પરંતુ સંદીપે દીપિકાને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. દીપિકાની માંગણીને કારણે સંદીપે તેને ‘સ્પિરિટ’માંથી દૂર કરી દીધી છે. દીપિકાના બહાર થયા પછી, સંદીપે તેના પર ફિલ્મની વિગતો શેર કરવાનો આરોપ લગાવ્યો છે. જેના પછી દીપિકાના ચાહકોએ સંદીપને ટ્રોલ કર્યો છે.
ADVERTISEMENT
તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાએ સોશ્યલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ દ્વારા દીપિકા પાદુકોણ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જોકે સીધા નહીં. તેમણે પોસ્ટમાં કહ્યું કે, ‘જ્યારે હું કોઈ અભિનેતાને મારી સ્ક્રિપ્ટ સંભળાવું છું, ત્યારે હું તેના પર ૧૦૦ ટકા વિશ્વાસ કરું છું. અમારી વચ્ચે એક અસ્પષ્ટ બિન-જાહેરાત કરાર છે. પરંતુ આ કરીને, તમે બતાવ્યું છે કે તમે શું છો. એક યુવાન અભિનેતાનું અપમાન કરવું અને મારી વાર્તા લીક કરવી, શું આ તમારો નારીવાદ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે, મેં વર્ષોથી મારી કારીગરી પર સખત મહેનત કરી છે. ફિલ્મ નિર્માણ મારા માટે બધું છે. પરંતુ તમે આ સમજી શક્યા નથી, અને તમે સમજી પણ શકશો નહીં. આ કરો, આગલી વખતે આખી વાર્તા કહો, કારણ કે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. ગંદી PR ગેમ. મને આ કહેવત ખૂબ ગમે છે - खुंदक में बिल्ली खंबा नोचे!.’
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You`ve `DISCLOSED` the person that you are....
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…
સંદીપ રેડ્ડી વાંગાની આ પોસ્ટ ત્યારે આવી છે જ્યારે દીપિકા પાદુકોણે ફિલ્મ ‘સ્પિરિટ’ છોડવાનો નિર્ણય લઈ લીધો છે.
અહેવાલો મુજબ, દીપિકા પાદુકોણે શૂટિંગ દરમિયાન ઘણી વખત છ કલાકથી વધુ કામ કરવાનો ઇનકાર કર્યો હતો અને તેના કોન્ટ્રેક્ટમાં ફેરફારની માંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, જો શૂટિંગ ૧૦૦ દિવસથી વધુ ચાલે છે, તો તેને વધારાનો પગાર મળવો જોઈએ. આ પછી, નિર્માતા અને દિગ્દર્શક વચ્ચે વિવાદ વધ્યો અને અંતે દીપિકાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો.
તમને જણાવી દઈએ કે, સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકાના વલણ પર હુમલો કર્યો છે, ત્યારે દીપિકાએ હજુ સુધી આ વિવાદ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ચાહકો અને બોલિવૂડની નજર હવે અભિનેત્રી પર ટકેલી છે કે તે કેવી પ્રતિક્રિયા આપે છે.
જોકે, અભિનેત્રી દીપિકાએ ફિલ્મ છોડી દીધા પછી, `સ્પિરિટ`ની મેઇન લીડ તરીકે અભિનેત્રી તૃપ્તિ ડિમરી (Tripti Dimri)નું નામ સામે આવ્યું છે. તૃપ્તિ ડિમરી અગાઉ વાંગાની ફિલ્મ `એનિમલ` (Animal)માં જોવા મળી છે અને હવે તેને આ મોટા પ્રોજેક્ટનો ભાગ બનવાની તક મળી છે. તૃપ્તિ ડિમરીએ સોશિયલ મીડિયા પર આ ભૂમિકા મળવા પર ખુશી વ્યક્ત કરી અને સંદીપ રેડ્ડી વાંગાનો આભાર માન્યો. દિગ્દર્શકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી અને તૃપ્તિ ફીમેલ લીડ તરીકે ફાઇનલ થઈ હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. અહેવાલો જણાવે છે કે, `સ્પિરિટ` માટે તૃપ્તિ ડિમરીને ૧૦ કરોડ ફી આપીને પ્રભાસની હિરોઇન તરીકે દીપિકા પાદુકોણની રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કરવામાં આવી છે.
નોંધનીય છે કે, `સ્પિરિટ` ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ (T-Series)ના ભૂષણ કુમાર (Bhushan Kumar) અને ભદ્રકાલી પિક્ચર્સ (Bhadrakali Pictures)ના પ્રણય રેડ્ડી વાંગા (Pranay Reddy Vanga) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ એક પોલીસ એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. દીપિકા અને પ્રભાસની જોડી ફરીથી સાથે આવવાની અપેક્ષા હતી, જે હવે શક્ય બનશે નહીં.

