અનુરાગ કશ્યપે હાલમાં સોશ્યલ મીડિયા પર સંદીપ રેડ્ડી વાન્ગા સાથેનો ફોટો શૅર કરીને તેને મિસઅન્ડરસ્ટૂડ ફિલ્મમેકર ગણાવ્યો છે.
સંદીપ રેડ્ડી વાન્ગા અને અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે હાલમાં સોશ્યલ મીડિયા પર સંદીપ રેડ્ડી વાન્ગા સાથેનો ફોટો શૅર કરીને તેને મિસઅન્ડરસ્ટૂડ ફિલ્મમેકર ગણાવ્યો છે. સંદીપ રેડ્ડી વાન્ગાની ‘અર્જુન રેડ્ડી’, ‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ જેવી દરેક ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. ‘ઍનિમલ’ને ઘણા લોકોએ પસંદ કરી છે તો ઘણા લોકોએ એનો વિરોધ પણ કર્યો છે. સંદીપ સાથેનો ફોટો શૅર કરીને અનુરાગે કૅપ્શન આપી હતી, ‘સંદીપ રેડ્ડી વાન્ગા સાથે ખૂબ સારી સાંજ પસાર કરી છે. તે અત્યારનો ખૂબ મિસઅન્ડરસ્ટુડ અને તેને જજ કરવામાં આવતો ફિલ્મમેકર છે. મારા માટે તે ખૂબ ઑનેસ્ટ અને ખૂબ સારો માણસ છે. તેના વિશે કે તેની ફિલ્મ વિશે લોકો શું વિચારે છે એનાથી મને કોઈ ફરક નથી પડતો. મેં તેની ફિલ્મ બે વાર જોઈ છે અને હું તેને મળવા માગતો હતો, કારણ કે ફિલ્મ જોયા બાદ મને ઘણા પ્રશ્ન થયા હતા અને એ દરેક સવાલના જવાબ તેણે મને આપ્યા છે. મારી સાથે ધીરજ રાખવા અને પોતે જે છે એ વ્યક્તિ રહેવા માટે તારો આભાર. મેં પહેલી વાર ‘ઍનિમલ’ જોઈ એને ૪૦ દિવસ થયા છે અને બીજી વાર જોઈ એને ૨૨ દિવસ થયા છે. હિન્દી સિનેમામાં ઘણા સમય બાદ એક ગેમ ચેન્જર ફિલ્મ આવી છે અને સારી હોય કે ખરાબ એની અસર ખૂબ પડી છે એ માનવું રહ્યું. સંદીપ એક એવો ફિલ્મમેકર છે જેણે દરેક વસ્તુને તેના પર લીધી છે. તેની સાથે ખૂબ સારી સાંજ પસાર કરી.’


