દાદીનાં ગ્રેસફુલ ડાન્સ-મૂવ્સ અને ઠૂમકા જોઈને સોશ્યલ મીડિયા પર કોઈકે લખ્યું છે, ‘આ ઉંમરે આટલી કાતિલ અદા છે તો દાદી જુવાન હશે ત્યારે શું હશે એ વિચારો.’
મેંદીની સેરેમનીમાં એક દાદીનો ડાન્સ સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો
લગ્નપ્રસંગમાં પરિવારના કેટલાક સભ્યો મન મૂકીને નાચતા જોવા મળે છે. મેંદીની સેરેમનીમાં એક દાદીનો ડાન્સ સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે. દાદી ‘કજરા રે...’ ગીત પર નાચી રહ્યાં છે. આ દાદીના લટકા અને ઝટકાની સાથે-સાથે ચહેરાના હાવભાવ જોઈને પરિવારવાળાઓ પણ દંગ રહી ગયા હોય એવું લાગે છે. દાદીનાં ગ્રેસફુલ ડાન્સ-મૂવ્સ અને ઠૂમકા જોઈને સોશ્યલ મીડિયા પર કોઈકે લખ્યું છે, ‘આ ઉંમરે આટલી કાતિલ અદા છે તો દાદી જુવાન હશે ત્યારે શું હશે એ વિચારો.’


