Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી અને ઝહીરની લવ સ્ટોરીમાં બૉલિવૂડના ભાઈજાનનો છે મહત્વનો રોલ, આમ થઈ હતી પહેલી મુલાકાત

સોનાક્ષી અને ઝહીરની લવ સ્ટોરીમાં બૉલિવૂડના ભાઈજાનનો છે મહત્વનો રોલ, આમ થઈ હતી પહેલી મુલાકાત

23 June, 2024 03:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sonakshi Sinha - Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની લવ સ્ટોરી છે બહુ રસપ્રદ

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની ફાઇલ તસવીર

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની ફાઇલ તસવીર


બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) આજે ૨૩ જૂને તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ (Zaheer Iqbal)  સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આજે બંનેના રજિસ્ટર્ડ લગ્ન થશે. ફેન્સ તેમના લગ્ન ((Sonakshi Sinha - Zaheer Iqbal Wedding) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ લગ્ન સંબંધિત દરેક અપડેટ જાણવા આતુર હોય છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાનું નક્કી કર્યું છે.


સોનાક્ષી સિંહા જલ્દી જ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે સોનાક્ષી અને ઝહીરે લગ્ન (Sonakshi Sinha - Zaheer Iqbal Wedding) કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન પહેલા સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ઘણીવાર સાથે જોવા મળતા હતા, પરંતુ તેમના સંબંધોને સત્તાવાર ક્યારેય નહોતા કરાયા. જોકે તાજેતરમાં જ્યારે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ફેન્સને તેમના સંબંધોની જાણ થઈ. પરંતુ શું તમે જાણો છો કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી અને તેમની લવ સ્ટોરીમાં સલમાન ખાન (Salman Khan) નો શું મહત્વનો રોલ હતો.



વાસ્તવમાં સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ આ કપલ સલમાન ખાનની ખૂબ જ નજીક છે. ભાઈજાને જ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની જોડી બનાવી હતી. સોનાક્ષી સિંહા સલમાન ખાન સાથે ‘દબંગ’ (Dabangg) ફિલ્મમાં જોવા મળી હતી. જ્યારે તેણે ઝહીર ઈકબાલને ‘નોટબુક’ (Notebook) ફિલ્મથી લોન્ચ કર્યો હતો. એટલે જ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ સલમાન ખાનની ખૂબ નજીક છે.


સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની લવ સ્ટોરીમાં સલમાન ખાનનો રોલ બહુ મહત્વનો છે. બન્નેની પહેલી મુલાકાત પણ સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. આ પાર્ટી પછી સોનાક્ષી અને ઝહીર બન્ને મિત્રો બની ગયા અને એકબીજાની નજીક આવ્યા. સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ કરવા લાગ્યા. જોકે, તેમના સંબંધોથી લોકો અજાણ હતા. પરંતુ જ્યારે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ વર્ષ ૨૦૨૩માં એક કપલ તરીકે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા (Arpita Khan Sharma) ની ઈદ પાર્ટીમાં જોડાયા ત્યારે બોલિવૂડમાં ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ સોનાક્ષી અને ઈકબાલ અવારનવાર સાથે દેખાવા લાગ્યા. ધીમે-ધીમે તેમના સંબંધો લોકોની સામે આવ્યા. સોનાક્ષી સિંહા પોતાના ભાવિ પતિને પ્રેમથી પોતાનો પર્સનલ સાયકો કહે છે. બંનેના આજે લગ્ન છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે ફિલ્મ `ડબલ એક્સએલ` (Double XL) માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં હુમા કુરેશી (Huma Qureshi) પણ જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. સોનાક્ષી અને ઝહીરના લગ્નની વાત કરીએ તો તેમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે. બંનેના લગ્નની તસવીરો જોવા માટે ચાહકો આતુર છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK