Shilpa Shetty visits Kamakhya Temple: શિલ્પા શેટ્ટીએ તેની મમ્મી સાથે આસામના પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં પહોંચીને વિશેષ પુજા કરી હતી.
શિલ્પા શેટ્ટીએ શેર કરેલી તસવીરોનો સ્ક્રીનશૉટ (સૌજન્ય : ઇનસ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- શિલ્પા શેટ્ટીએ તેની મમ્મી સાથે કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા હતા
- પતિ રાજ કુન્દ્રા સામે ચાલી રહેલા કેસ વચ્ચે શિલ્પા શેટ્ટીએ મંદિરમાં વિશેષ પૂજા કરી હતી
- શિલ્પા શેટ્ટીએ મંદિરમાં પૂજા કરવાની તસવીરો તીની ઇનસ્ટાસ્ટોરી પર પોસ્ટ કરી હતી
બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Shilpa Shetty visits Kamakhya Temple) સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રૂ. 6,000 કરોડના બિટકોઇન કૈભાંડની તપાસ અંગે કાર્યવાહી કરી તેની 97.79 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી હતી. એવામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની મમ્મી સાથે આસામના કામાખ્યા મંદિર પહોંચીને વિશેષ પુજા કરી હોવાની તસવીરો સામે આવી છે. શિલ્પા શેટ્ટીની કામાખ્યા મંદિરમાં પુજા કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. તેમ જ શિલ્પા શેટ્ટીએ પોતે પણ કામાખ્યા મંદિરની મુલાકાત લેવાની તસવીરો શેર કરી હતી.
શિલ્પા શેટ્ટીએ પોતાના ઇનસ્ટાગ્રામની સ્ટોરી પર શેર કરેલી એક તસવીરમાં જોવા મળી રહ્યું છે કે તે આસામના ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરમાં સંપૂર્ણ રીતિ-રિવાજો સાથે પુજા કરતી જોવા મળી રહી છે. તો બીજી તસવીરમાં શિલ્પાએ મંદિરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથેનો પણ ફોટો શેર કર્યો હતો. એક તસવીરમાં શિલ્પા શેટ્ટી તેની મમ્મી સાથે દેખાઈ રહી છે. જોકે શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty visits Kamakhya Temple) પતિ રાજ કુન્દ્રા તેની સાથે મંદિરમાં નહોતો આવ્યો. રાજ કુન્દ્રા સામે ચાલી રહેલા કેસને લીધે તેની પબ્લિક અપિરન્સ ઓછી થઈ ગઈ છે, જેથી તે આ કેસને લીધે લોકોની વચ્ચે ઓછો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ગયા મહિને એપ્રિલ 2024માં ઇડીએ એક કેસમાં કાર્યવાહી કરતાં રાજ કુન્દ્રાનો કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. રાજ કુન્દ્રાની આ સંપત્તિમાં શિલ્પા શેટ્ટીના નામ પર જુહુમાં આવેલો એક એપાર્ટમેન્ટ પણ સામેલ છે. ઇડીએ આ રાજ કુન્દ્રા સામે કરેલી કાર્યવાહીમાં દાવો કર્યો હતો કે “આ મામલે જપ્ત કરવામાં આવેલી બીજી સંપત્તિમાં પૂણેમાં આવેલો એક બંગલો છે, જેના ઇક્વિટી શેર રાજ કુંદ્રાના નામે છે. આ ઉપરાંત બિટકોઇન કૌભાંડમાંથી મળેલી રકમમાંથી અમુક નફો રાજ કુંદ્રાને પણ આપવામાં આવ્યો છે. જેથી રાજ કુન્દ્રાને પણ આ ગેરકાયદેસર આવક મળી છે.
ઇડીએ આ કૌભાંડની દરેક વિગતો સોશિયલ મીડિયા (Shilpa Shetty visits Kamakhya Temple) પર શેર કરી હતી. રિપુ સુદાન કુંદ્રા ઉર્ફે રાજ કુંદ્રાની જંગમ અને સ્થાવર મિલકતોને ઇડીએ જપ્ત કરી હતી. શિલ્પા શેટ્ટીના પતિની આ સંપત્તિ પીએમએલએ, 2002ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. રાજ કુન્દ્રા આ પહેલા પણ અશ્લીલ વીડિયો બનાવવાના રેકેટના કેસમાં સામેલ હતો અને તેને અમુક સમય સુધી જેલમાં પણ રાખવામાં આવ્યો હતો. જેથી પતિ સામે અનેક કાર્યવાહીને લઈને શિલ્પા શેટ્ટી તેની માતા સાથે કામાખ્યા માતાના મંદિરમાં જઈને પરિવારની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છે, એવું લોકો કહી રહ્યા છે.