Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનમાં જોડાયેલાં શબાના આઝમીને ટિયર ગૅસને લીધે આવી ગયો હતો અસ્થમાનો અટૅક

દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનમાં જોડાયેલાં શબાના આઝમીને ટિયર ગૅસને લીધે આવી ગયો હતો અસ્થમાનો અટૅક

Published : 23 July, 2026 05:17 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં CJPના વિરોધ-પ્રદર્શન દરમિયાન ટિયર ગેસના કારણે શબાના આઝમીને અસ્થમાનો અટેક આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્હેલરની મદદથી સ્થિતિ કાબૂમાં આવી અને સ્વસ્થ થયા બાદ તેઓ ફરી વિદ્યાર્થીઓના સમર્થનમાં પ્રદર્શન સ્થળે પહોંચ્યા.

શબાના આઝમી

શબાના આઝમી


દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ત્યાં હાજર રહેલાં શબાના આઝમીની તબિયત અચાનક બગડી ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ વિશે તેમણે ખુલાસો કર્યો છે કે ટિયર ગૅસ છોડવામાં આવતાં તેમને અસ્થમાનો અટૅક આવ્યો હતો. જોકે તેઓ હંમેશાં પોતાની સાથે ઇન્હેલર રાખે છે, જેના કારણે તેમની તબિયત વધુ બગડે એ પહેલાં જ સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
શબાના આઝમીએ પોતાના આ અનુભવ વિશે જણાવ્યું હતું કે ‘જ્યારે વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે હું ત્યાં પહોંચી હતી. મને અસ્થમા છે અને ટિયર ગૅસને કારણે મને ત્યાં જ અસ્થમાનો અટૅક આવ્યો. સદનસીબે મારી પાસે મારું ઇન્હેલર હતું, જેના કારણે મેં કોઈક રીતે મારી બગડતી તબિયત પર કાબૂ મેળવી લીધો હતો. ત્યાં હાજર લોકોએ મને નજીકના એક બિલ્ડિંગ સુધી પહોંચાડી હતી. ત્યાર બાદ જ્યારે હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ ત્યારે ફરી વિરોધ-પ્રદર્શન સ્થળે ગઈ અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું. હું એ તમામ લોકોને સલામ કરું છું. હું કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી અને ન તો કોઈ રાજકીય પાર્ટીનો ભાગ બનવાની મારી ઇચ્છા છે. કોઈ પણ પક્ષમાં જોડાયા પછી ઘણી વખત પાર્ટીની વિચારધારા પ્રમાણે જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો પડે છે અને હું મારી સ્વતંત્ર વિચારસરણી જાળવી રાખવા ઇચ્છું છું. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માગણીઓ ન તો ખોટી છે અને ન તો ખતરનાક છે. તેઓ જે સુધારાની વાત કરી રહ્યા છે એ શિક્ષણ-વ્યવસ્થા માટે જરૂરી છે. હું સરકારને અપીલ કરું છું કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની વાત ગંભીરતાથી સાંભળે.’


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 05:17 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK