આ ફિલ્મ સાઉથની ‘સૂરરાઇ પોટ્રુ’ની હિન્દી રીમેક છે
અક્ષયકુમાર
અક્ષયકુમારની ‘સરફિરા’ ૧૨ જુલાઈએ રિલીઝ થવાની છે. અગાઉ તે આ ફિલ્મમાં કામ કરવા રાજી નહોતો. આ ફિલ્મ સાઉથની ‘સૂરરાઇ પોટ્રુ’ની હિન્દી રીમેક છે. ૨૦૨૦માં રિલીઝ થયેલી આ ફિલ્મને પાંચ નૅશનલ અવૉર્ડ મળ્યા છે. ફિલ્મમાં સાઉથનો સૂરિયા લીડ રોલમાં હતો. ‘સરફિરા’ને સુધા કોંગારાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય સાથે પરેશ રાવલ અને રાધિકા મદાન પણ જોવા મળશે. ‘સરફિરા’માં અક્ષયકુમાર સાથે કામનો અનુભવ શૅર કરતાં સુધા કહે છે, ‘સૂરિયા તો સૂરિયા છે. હું તેને પચીસ વર્ષથી ઓળખું છું. મને કેવું કામ જોઈએ છે એ તેને કહેવું ખૂબ સરળ છે. જોકે અક્ષયસરની વાત આવે તો તેઓ પહેલાં તો સર છે. શૂટિંગના શરૂઆતના ૬ દિવસ તેઓ ખુશ નહોતા. તેઓ કહેતા કે ‘આ છોકરી શું બકવાસ બનાવી રહી છે?’ એથી એક દિવસ તેઓ મને પ્રોડ્યુસર સાથે મળવા આવ્યા હતા અને મેં તેમને કહ્યું કે તમારે જે રીતે કામ કરવું હોય એ રીતે કરો અને જ્યાં મને લાગશે કે બરાબર નથી ત્યાં હું જણાવીશ. મને વિચાર આવતો કે સૂરિયા જેવું કોઈ નથી. મને તરત અહેસાસ થયો કે હું અક્ષયસરને મૂંઝવી રહી છું. તેમની પોતાની કામ કરવાની મેથડ છે.’

