અર્શદીપ સિંહે આ ઓવરમાં એક સિક્સર સહિત ૧૮ રન આપી દીધા હતા. ફુલ મેમ્બર નેશનની ટીમોમાં તે અફઘાનિસ્તાનના નવીન ઉલ-હક સાથે સૌથી વધુ ૧૩ બૉલની T20 ઇન્ટરનૅશનલ ઓવર ફેંકનાર બોલર બન્યો છે.
અર્શદીપ સિંહના સાત વાઇડ બૉલ જોઈને ગૌતમ ગંભીર લાલપીળો થઈ ગયો હતો
સાઉથ આફ્રિકા સામે બીજી T20 મૅચમાં ભારતના યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના ૫૪ રન આપ્યા હતા. તેણે પહેલી ઇનિંગ્સની ૧૧મી ઓવરમાં ૭ વાઇડ બૉલને કારણે ૧૩ બૉલ ફેંકવા પડ્યા હતા. તેના વારંવાર વાઇડ બૉલ પડતા જોઈને પૅવિલિયનમાં બેઠેલો હેડ કોચ ગૌતમ ગંભીર લાલપીળો થઈ ગયો હતો. રોષે ભરાયેલા ગંભીરે કૅમેરા સામે જોઈને પોતાનો ગુસ્સો કન્ટ્રોલ કર્યો હતો.
અર્શદીપ સિંહે આ ઓવરમાં એક સિક્સર સહિત ૧૮ રન આપી દીધા હતા. ફુલ મેમ્બર નેશનની ટીમોમાં તે અફઘાનિસ્તાનના નવીન ઉલ-હક સાથે સૌથી વધુ ૧૩ બૉલની T20 ઇન્ટરનૅશનલ ઓવર ફેંકનાર બોલર બન્યો છે. ૨૬ વર્ષનો અર્શદીપ સિંહ હાલમાં ભારત માટે સૌથી વધુ ૧૦૭ T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર બોલર છે.
ADVERTISEMENT
અર્શદીપની ૧૩ બૉલની એ ઓવરમાં શું-શું થયું હતું?
પહેલો બૉલ : સિક્સર
બીજો બૉલ : વાઇડ
ત્રીજો બૉલ : વાઇડ
ચોથો બૉલ : ઝીરો
પાંચમો બૉલ : વાઇડ
છઠ્ઠો બૉલ : વાઇડ
સાતમો બૉલ : વાઇડ
આઠમો બૉલ : વાઇડ
નવમો બૉલ : એક રન
દસમો બૉલ : બે રન
અગિયારમો બૉલ : એક રન
બારમો બૉલ : વાઇડ
તેરમો બૉલ : એક રન
ગૌતમ ગંભીરે પૅવિલિયનમાંથી ફુટબૉલ-સ્ટાઇલમાં સંકેત આપ્યો
ટીમ ઇન્ડિયાનાે મુખ્ય કોચ ગૌતમ ગંભીર મુલ્લાંપુર T20 મૅચ દરમ્યાન પૅવિલિયનમાંથી ફુટબૉલ-સ્ટાઇલમાં કોચિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે મેદાન પર રમી રહેલા કૅપ્ટન સૂર્યાને જે રીતે રણનીતિ બદલવાના સંકેત કર્યા એ સામાન્ય રીતે ફુટબૉલની રોમાંચક રમત દરમ્યાન મેદાન પાસે ટીમના મૅનેજર અને કોચ કરતા હોય છે. મેદાન પર સાઉથ આફ્રિકાના દબદબા વચ્ચે ગૌતમ ગંભીર સંકેત દ્વારા સૂચન આપવામાં ઘણો વ્યસ્ત રહ્યો હતો. જોકે ભારત ૫૧ રને મૅચ હારી ગયું હતું.


