સ્ટન્ટબાજ સલમાન
સલમાન ખાને છેલ્લી કેટલીક ફિલ્મોમાં ઍક્શન-હીરોની ભૂમિકા ભજવી છે અને તેની આ ફિલ્મો સફળ પણ સાબિત થઈ છે. હવે સલમાન પોતાની આગામી ફિલ્મમાં ખાસ પ્રકારના યો-યો મેટલ બૉલથી વિલનની ધુલાઈ કરતા સ્ટન્ટ કરવાનો છે.
આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આ ફિલ્મમાં સલમાન સ્ટન્ટને એક નવી ઊંચાઈ પર લઈ જવા માગે છે. તેણે આ વખતે દુશ્મનોની હાથથી ધુલાઈ કરવાને બદલે તેમને યો-યો મેટલ બૉલથી ફટકારવાનો રસ્તો અપનાવ્યો છે. આ નવી ઍક્શનને દર્શાવવા ફિલ્મમાં ખાસ ઍક્શન-સીક્વન્સ રાખવામાં આવી છે.’
જુઓ સલમાન ખાનના વધુ સમાચાર
ADVERTISEMENT