વોટિંગ સમયે તેની મુલાકાત ખૂબ જ જાણીતા ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી નદીમ ખાન સાથે થઈ હતી
તસવીર : અતુલ કાંબળે
સલમાન ખાન ગઈ કાલે બાંદરામાં સેન્ટ ઍન્સ હાઈ સ્કૂલમાં વોટિંગ માટે ગયો હતો. એ સમયે તેની મુલાકાત ખૂબ જ જાણીતા ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી નદીમ ખાન સાથે થઈ હતી. નદીમ ખાને સલમાનના પિતા સલીમ ખાન દ્વારા લખવામાં આવેલી ફિલ્મો ૧૯૮૫માં આવેલી ‘ઝમાના’, ૧૯૮૮માં આવેલી ‘કબ્ઝા’ અને ૧૯૯૦માં આવેલી ‘જુર્મ’ જેવી ઘણી ફિલ્મોની સિનેમૅટોગ્રાફી કરી હતી.
ADVERTISEMENT
નદીમ ખાનને વ્હીલચૅર પર જોતાં સલમાન તેમને મળવા માટે ગયો હતો. તે વાંકો વળીને તેમની સાથે વાત કરતો જોવા મળ્યો હતો અને ત્યાર બાદ તેમને પ્રેમથી કપાળ પર કિસ કરીને ત્યાંથી ગયો હતો.

