Mumbai Rains: સલમાન ખાને આપ્યું આવું નિવેદન
સલમાન ખાન
મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. ત્યારે દરેક વ્યક્તિ વરસાદને કારણે હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા. એટલે સુધી કે બોલીવુડ સિતારાઓને પણ તેનો સામનો કરવો પડ્યો. દરરોજ બોલીવુડ હસ્તીઓ વરસાદ સાથે જોડાયેલા પોતાના અનુભવો શૅર કરી રહ્યા છે. જેમાં દેખાય છે કે કોઈકની ગાડી પાણીમાં ફસાઇ ગઈ છે તો કોઈકના ઘરમાં પાણી ભરાઈ ગયું છે. તો કેટલાક લોકો વરસાદ વિશે સોશિયલ મીડિયા પર મીમ્સની મોજ લે છે.
તો સલમાન ખાને પણ મુંબઇમાં થતા વરસાદને લઇને કહ્યું, "આ વખતની વરસાદમાં તો એવું લાગતું હતું કે બાપ્પા અમારું વિસર્જન કરવાના છે. હંમેશા આપણે તેમનું કરીએ છીએ પણ આ વખતે બાપ્પા બોલ્યા હું તમારું વિસર્જન કરીશ. સારું છે કે તેમનું માઇન્ડ ચેન્જ થઈ ગયું" જણાવીએ કે સલમાન ખાને આ વાત આઇફા 2019ની પ્રેસ કૉન્ફરન્સમાં કહી હતી.
ADVERTISEMENT
Yogen Shah: #SalmanKhan at the Press Conf #iifa20 pic.twitter.com/rKPCD2W5np
— !!Dabangg3 (@mystery0725) September 5, 2019
આ કેન્ફરન્સ દરમિયાન સલમાન ખાન સાથે કેટરીના કેફ અને માધુરી દિક્ષીત હાજર હતા. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર બેન મૂકવાની શરૂઆતના વખાણ કર્યા. સાથે બોલીવુડ સિતારાઓએ આ પગલાનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો. ઇવેન્ટમાં સલમાન ખાન ચિલ મૂડમાં આ્યા જ્યારે કેટરીના કૈફ ડેનિમ ડ્રેસમાં જોવા મળી, તો ધક ધક ગર્લ માધુરી દિક્ષીત ગ્લેમરસ અવતારમાં જોવા મળી.
આ પણ વાંચો : આવા છે મલ્હાર ઠાકર, જુઓ તેમના અલગ અલગ મૂડ્સ અને યુનિક સ્ટાઈલ્સ તસવીરોમાં....
આ કૉન્ફરન્સ દરમિયાન આઇફા 2019નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું. જણાવીએ કે જોહાન્સબર્ગ, મેડ્રિડ, દુબઈ, કોલંબો, ન્યૂયોર્ક જેવા શહેરો પછી હવે આઇફા 2019 મુંબઇમાં જ આયોજિત થશે. આ વખતે 16થી 18 સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ મુંબઇમાં જ આયોજિત કરવામાં આવશે. આ અવૉર્ડ સેરેમની 18 સપ્ટેમ્બરે થશે, જેને અર્જુન કપૂર અને આયુષ્માન ખુરાના હોસ્ટ કરશે. તો સલમાન ખાન, રણવીર સિંહ, વિક્કી કૌશલ, માધુરી દિક્ષીત, કેટરીના કૈફ અને સારા અલી ખાન સહિત અનેક સિતારા પર્ફોર્મ કરશે.