જવાની જાનેમનમાં વીસ વર્ષ બાદ કામ કરશે તબુ અને સૈફ
તબુ
તબુ બહુ જલદી સૈફ અલી ખાન સાથે ‘જવાની જાનેમન’માં જોવા મળશે. સૈફ અને તબુએ ૧૯૯૬માં આવેલી ‘તૂ ચોર મૈં સિપાહી’માં સાથે કામ કર્યું હતું અને છેલ્લે તેમણે વીસ વર્ષ પહેલાં ‘હમ સાથ સાથ હૈં’માં કામ કર્યું હતું.
ADVERTISEMENT
આ ફિલ્મને બ્લૅક નાઇટ ફિલ્મ્સ બૅનર હેઠળ સૈફ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ એક ફૅમિલી કૉમેડી ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થવાનું છે અને એ ૪૫ દિવસનું શેડ્યુલ છે.
આ પણ વાંચો : વર્લ્ડ ઑફ ડાન્સના વિજેતા સ્ટ્રીટ ડાન્સર 3Dનાં ગીતને કરશે કોરિયોગ્રાફ
તબુને પસંદ કરવા વિશે સૈફે કહ્યું હતું કે ‘તબુ એક અદ્ભુત ઍક્ટર છે. તેનું પાત્ર મને ખૂબ જ ફની લાગ્યું છે અને મને ખુશી છે કે તેણે એ ભજવવા માટે હા પાડી છે. તેનું આ પાત્ર ખૂબ જ ઐતિહાસિક બનીને રહેશે. હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’