વર્લ્ડ ઑફ ડાન્સના વિજેતા સ્ટ્રીટ ડાન્સર 3Dનાં ગીતને કરશે કોરિયોગ્રાફ

Published: 8th May, 2019 09:11 IST | અમેરિકા

અમેરિકાના રિયલિટી શો ‘વર્લ્ડ ઑફ ડાન્સ’ના વિજેતાએ ‘ધ કિંગ્સ’ રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નાં ગીતોને કોરિયોગ્રાફ કરવા માટે ઑફર કરી છે.

‘ધ કિંગ્સ’
‘ધ કિંગ્સ’

અમેરિકાના રિયલિટી શો ‘વર્લ્ડ ઑફ ડાન્સ’ના વિજેતાએ ‘ધ કિંગ્સ’ રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નાં ગીતોને કોરિયોગ્રાફ કરવા માટે ઑફર કરી છે. ધ કિંગ્સે વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કર્યું છે. હિપ-હૉપ ડાન્સમાં માહેર એવું આ ગ્રુપ એની અથાક મહેનત અને સમર્પણના બળે આ ખ્યાતિ મેળવવામાં સફળ રહ્યું છે. એમને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ માટે પણ ઑફર મ‍ળી છે. આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના અને નોરા ફતેહી જોવા મળવાનાં છે. મુંબઈના હિપ-હૉપ ડાન્સ ગ્રુપ ધ કિંગ્સનો કોરિયોગ્રાફર સુરેશ મુકુંદ ૨૦૧૫માં આવેલી ‘ABCD 2’નો અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. તેની રિયલ લાઇફ સ્ટોરીને જ આ ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચો : નારી સશક્તિકર‌ણને પ્રોત્સાહન આપવા આગળ આવ્યો અર્જુન કપૂર

તેને મળેલી આ અદ્ભુત સફળતા લોકોને આગળ વધવા માટે પ્રેરણા આપશે. સુરેશ મુકુંદને હાલ અનેક શોની ઑફર મળી રહી છે. રેમો ડિસોઝાની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નાં બે-ત્રણ ગીતો કોરિયોગ્રાફ કરવા માટે તેનો અપ્રોચ કરવામાં આવ્યો છે. જોકે ડેટ્સ હજી સુધી કન્ફર્મ નથી થઈ. તેની પણ ઇચ્છા છે કે તે બૉલીવુડમાં કોરિયોગ્રાફર અને ડિરેક્ટર તરીકે નામના મેળવે. રણવીર સિંહ સાથે પણ કામ કરવાની ઇચ્છા સુરેશની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK