ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પણ શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રવિની પત્ની સરગુન મહેતાએ પતિ સાથેની કેટલીક રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.
રવિ દુબે અને સરગુન મહેતા
ટીવી-ઍક્ટર રવિ દુબે હાલ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવવાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રવિના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પણ શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રવિની પત્ની સરગુન મહેતાએ પતિ સાથેની કેટલીક રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સરગુન લાલ રંગના શરારામાં તેમ જ રવિ બ્લૅક કુરતા અને પાયજામામાં જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે સરગુને પહેરેલા શરારાની કિંમત ૧.૫૫ લાખ રૂપિયા છે. આ શરારા રિદ્ધિમા ભસીન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને આ લુકમાં સરગુન ખૂબ જ સુંદર લાગી રહી છે.
