Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Rashmika Mandanna: હાથમાં ભાલો લઈ જંગલમાં આ શું કરી રહી છે રશ્મિકા? ચાહકોને સરપ્રાઈઝ!

Rashmika Mandanna: હાથમાં ભાલો લઈ જંગલમાં આ શું કરી રહી છે રશ્મિકા? ચાહકોને સરપ્રાઈઝ!

Published : 26 June, 2025 10:39 AM | Modified : 27 June, 2025 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rashmika Mandanna: અભિનેત્રી તેની આગામી ફિલ્મમાં શક્તિશાળી અને પહેલાં ક્યારેય ન ધારણ કર્યો હોય તેવા અવતારમાં જોવા મળવાની છે.

રશ્મિકા મંદાનાએ શૅર કરેલ ફિલ્મનું પોસ્ટર

રશ્મિકા મંદાનાએ શૅર કરેલ ફિલ્મનું પોસ્ટર


તાજેતરમાં જ `કુબેરા` અને `પુષ્પા 2` જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ આજે ગુરુવારે સવારે ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. રશ્મિકાએ આજે તેની આગામી ફિલ્મ વિષે જાહેરાત કરી છે. હાલમાં બોક્સ ઓફિસમાં ચમકી રહેલી અભિનેત્રીએ જ્યારે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે ત્યારે સૌ ચાહકોમાં આનંદની લહેર આવી છે. કહેવાઈ રહ્યું છે કે રશ્મિકા તેની આગામી ફિલ્મમાં શક્તિશાળી અને પહેલાં ક્યારેય ન ધારણ કર્યો હોય તેવા અવતારમાં જોવા મળવાની છે.

વાત કરીએ રશ્મિકા (Rashmika Mandanna)એ આજે શૅર કરેલા ફિલ્મના પોસ્ટર વિષે. રશ્મિકાએ જે પોસ્ટર ચાહકો સામે મૂક્યું છે તેમાં તેના હાથમાં ભાલો જોવા મળી રહ્યો છે. રશ્મિકાના આ લુક પરથી જ ચાહકોને એટલો અંદાજ તો આવી જ ગયો છે કે તે શક્તિશાળી અને નિર્ભીક અવતારમાં કશુંક હટકે લઈને આવી રહી છે. 



રશ્મિકાએ પોતાની આગામી ફિલ્મમાંથી પોતાના ફર્સ્ટ લુકને શૅર કરતાં લખ્યું છે કે "અમે જેની પર આટલી મહેનત કરી રહ્યા છીએ તે હવે આખરે તમને બધાને બતાવવાનો મોકો મળ્યો છે. તમે આવું આની પહેલાં ક્યારેય નહીં જોયું હોય. એ જ વાતે હું તો ખૂબ રાજી છું" જો આ પોસ્ટરને ધ્યાનથી જોઈએ તો તેમાં લખાયું છે કે "રશ્મિકા અનલીશ્ડ"


તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટને અનફોર્મુલા ફિલ્મ્સ નામના પ્રોડક્શન હાઉસ દ્વારા સપોર્ટ મળ્યો છે. હવે બધાની નજર શુક્રવાર પર છે અને ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે રશ્મિકાના આ ડેશિંગ અવતારમાં શું ખાસ થવાનું છે!

રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ વધુ એક મહિલાજીવન પર કેન્દ્રિત પ્રોજેક્ટ સાઇન કર્યો છે. અભિનેત્રી રાહુલ રવિન્દ્રન દ્વારા નિર્દેશિત મહિલાકેન્દ્રિત  ફિલ્મ `ધ ગર્લફ્રેન્ડ’ પર તો કામ કરી જ રહી છે, જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે તેવી અપેક્ષા સેવાઇ છે. પણ હવે તે બીજી પણ કોઈ ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહ્યું હોવાનું આજના પોસ્ટર પરથી જણાય છે.


રશ્મિકા (Rashmika Mandanna)એ આજે સવારે જ સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મની જાહેરાત કરતા પોસ્ટરને શૅર કર્યું છે. જોકે દિગ્દર્શકનું નામ અથવા કલાકારો અને ક્રૂ વિશેની અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી. માત્ર શૅર કરવામાં આવેલા પોસ્ટરમાં રશ્મિકા જાણે કોઈ યોદ્ધાના અવતારમાં હોય એવું લાગી રહ્યું છે. રશ્મિકાના હાથમાં હથિયાર છે અને તે ગાઢ જંગલમાં હોય તેવું દૃશ્ય બતવાયું છે. પોસ્ટરમાં દેખાય છે એ પ્રમાણે બીજા લડવૈયાઓ હથિયારો સાથે તેની નજીક આવી રહ્યા છે. પરંતુ રશ્મિકા નિર્ભય થઈને હથિયાર સાથે સજ્જ છે. તેણે એવું પણ ટીઝ કર્યું હતું કે આવતીકાલે વધુ વિગતો જાહેર કરવામાં આવશે. એટલે હવે બધાની નજર આવતીકાલ તરફ મંડાયેલી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK