અમેરિકન ફોન-નંબર પરથી વૉટ્સઍપ પર આવી વૉઇસ-નોટ, રણવીર સિંહ પાસેથી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના હૅરી બૉક્સર દ્વારા ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી એવી માહિતી સામે આવી છે. આ ખંડણી એક અમેરિકન ફોન-નંબર પરથી વૉટ્સઍપ પર વૉઇસ-નોટ મોકલીને માગવામાં આવી હતી.
રણવીર સિંહ પાસેથી માગવામાં આવી હતી ૧૦ કરોડની ખંડણી
રણવીર સિંહ પાસેથી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના હૅરી બૉક્સર દ્વારા ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી એવી માહિતી સામે આવી છે. આ ખંડણી એક અમેરિકન ફોન-નંબર પરથી વૉટ્સઍપ પર વૉઇસ-નોટ મોકલીને માગવામાં આવી હતી. આ વૉઇસ-નોટ રણવીરના મૅનેજરના વૉટ્સઍપ પર મોકલવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અમેરિકાની સંબંધિત એજન્સીનો સંપર્ક કરીને ફોન-નંબર વિશે વધુ વિગતો માગી છે. ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કર્યા પછી રણવીર સિંહ પાસેથી આ ખંડણી માગવામાં આવી હતી.
