સ્વાતંયવીર સાવરકર બાદ ફરી ડિરેક્શનમાં હાથ અજમાવશે
રણદીપ હૂડાની તસવીર
રણદીપ હૂડાનું કહેવું છે કે તે હવે ઍક્શન ફિલ્મને ડિરેક્ટ કરશે. તેણે ‘સ્વાતંયવીર સાવરકર’ દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવ્યું હતું. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તેણે તેના પપ્પાની પ્રૉપર્ટી વેચી હતી. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ તો નથી કર્યો, પરંતુ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ રિકવર થઈ ગયું છે. આ વિશે રણદીપ કહે છે, ‘એક ઍક્ટર તરીકે પણ મેં અલગ-અલગ પાત્રો ભજવ્યાં છે. ફિલ્મમેકર તરીકે પણ હવે હું અલગ પ્રકારની ફિલ્મ બનાવીશ. હું હવે અલગ ટૉપિક પસંદ કરીશ. કદાચ હવે હું ઍક્શન ફિલ્મ બનાવીશ.

