રણબીરની ‘ઍનિમલ’ હાલમાં જ રિલીઝ થઈ હતી અને એ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બાદ રણબીર હવે તેની નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ નિતેશ તિવારી સાથેની ‘રામાયણ’ છે.
રણબીર કપૂર
રણબીર કપૂર અને સાઈ પલ્લવી માર્ચમાં ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. રણબીરની ‘ઍનિમલ’ હાલમાં જ રિલીઝ થઈ હતી અને એ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બાદ રણબીર હવે તેની નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તેની આગામી ફિલ્મ નિતેશ તિવારી સાથેની ‘રામાયણ’ છે. આ ફિલ્મમાં રણબીર રામના પાત્રમાં છે અને સાઈ સીતાના પાત્રમાં. સાઉથનો સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશે. માર્ચમાં રણબીર શૂટિંગ કરશે અને સાઈ અને યશ જુલાઈથી આ શૂટિંગ જૉઇન કરશે. રણબીર, સાઈ અને યશની લુક-ટેસ્ટ પણ ફાઇનલ થઈ ગઈ છે. તેમ જ નવી ટેક્નૉલૉજીથી આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે અને એનું ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે. પહેલા પાર્ટમાં રામ અને સીતાની સાથે હનુમાનની સ્ટોરી દેખાડવામાં આવશે. તેમ જ એ ફિલ્મમાં રાવણનું પાત્ર એક્સટેન્ડેડ કૅમિયો જેવું હશે. બીજા પાર્ટમાં રામ અને રાવણની સ્ટોરીને દેખાડવામાં આવશે. રણબીર આવતા વર્ષની શરૂઆતમાં લૉસ ઍન્જલસની વિઝ્યુઅલ ઇફેક્ટ્સની કંપનીની મુલાકાત માટે જશે. તે ત્યાં આ ફિલ્મની તૈયારી માટે થોડાં અઠવાડિયાં રહેશે અને કેવી રીતે શૂટિંગ કરવું એની તૈયારી કરશે.


