રણબીર અને આઝાદની પાક્કી મિત્રતાના પુરાવા જેવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રણબીર કપૂર અને આમિર ખાન-કિરણ રાવના દીકરા આઝાદ રાવ ખાન વચ્ચે વયનો સારો એવો તફાવત છે છતાં તેમની વચ્ચે સારુંએવું બૉન્ડિંગ છે. રણબીર અને આઝાદની પાક્કી મિત્રતાના પુરાવા જેવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં રણબીર કપૂરના ફૅન-પેજ પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં રણબીર અને આઝાદ ફુસબૉલ (ટેબલ ફુટબૉલ) રમી રહ્યા છે. એ રમતી વખતે આઝાદ ખુશ દેખાયો હતો. આ વાઇરલ વિડિયોમાં રણબીર અને આઝાદ રમતમાં સંપૂર્ણપણે તલ્લીન છે. એવો અંદાજ છે કે આ વિડિયો કપિલ શર્માના ઘરે યોજાયેલી પાર્ટીનો છે. આ વિડિયોને ઘણા યુઝર્સ પસંદ કરી રહ્યા છે. વિડિયોને અત્યાર સુધીમાં ૪૧,૦૦૦ કરતાં વધુ લોકોએ જોયો છે.

