રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં અને એકબીજાને ગળે લગાડ્યાં હતાં
ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં
ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં અને એકબીજાને ગળે લગાડ્યાં હતાં. તેમની આ કેમિસ્ટ્રી ફૅન્સને બહુ પસંદ પડી હતી અને હવે આ સમયનો એક વિડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વિડિયોમાં ઍરપોર્ટની બહાર દીપિકાની પાછળ ચાલતાં-ચાલતાં રણબીર પોતાની કાર અને રસ્તો ભૂલી જતો દેખાય છે.
આ વિડિયોની ક્લિપ એક ફૅન પેજે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ વિડિયોમાં રણબીર અને દીપિકા તેમના બૉડીગાર્ડ્સ સાથે ઍરપોર્ટમાંથી બહાર નીકળે છે ત્યારે દીપિકા આગળ અને રણબીર તેની પાછળ ચાલી રહ્યો હતો. આ સમયે રણબીરના ડ્રાઇવરે તેના માટે કારનો દરવાજો ખોલ્યો ત્યારે તેનું ધ્યાન કાર પર ન પડ્યું અને તે દીપિકાની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. આ પછી દીપિકા જ્યારે તેની કાર પાસ પહોંચી ત્યારે રણબીરને ખ્યાલ આવ્યો કે તેની ગાડી તો પાછળ જ રહી ગઈ છે અને એટલે તે પાછો વળીને પોતાની કાર પાસે ગયો.


