એકબીજાને ગળે મળવાને કારણે ચર્ચામાં આવેલાં ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે ગુડબાય હગ કરીને તેમના વર્તનનું પુનરાવર્તન કર્યું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે સવારે ભૂતપૂર્વ પ્રેમીઓ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે મુંબઈ ઍરપોર્ટ પર એકબીજાને ઇગ્નૉર કરવાને બદલે એકબીજાને હસીને ગળે લગાવવાનું પસંદ કર્યું હતું. તેમનું આ વર્તન ફૅન્સમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતું. જોકે લાગે છે કે રણબીર અને દીપિકા પર આ ચર્ચાની કોઈ અસર નથી થઈ, કારણ કે એ દિવસે સાંજે તેઓ ફરી મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. આ સમયે પણ તેમણે સવારની જેમ એકબીજાને ગળે મળીને પ્રેમથી ‘ગુડબાય હગ’ કરવાનું પસંદ કર્યું હતું.


