° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


રાખી સાવંતની માતાનું નિધન, હૉસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહી હતી કેન્સરની સારવાર

28 January, 2023 10:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાખી સાવંતએ અગાઉ ઘણી વખત મીડિયા સામે તેની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી, ઉપરાંત, તે સતત ચાહકોને તેની માતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરતી હતી

ફાઇલ તસવીર Breaking News

ફાઇલ તસવીર

રાખી સાવંત (Rakhi Sawant)ની માતાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બ્રેઈન ટ્યુમર અને કેન્સરથી પીડિત હતાં. રાખીનાં માતાં જયા સાવંત લાંબા સમયથી બીમાર હતાં અને ટાટા મેમોરિયલ કેન્સર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાખીનાં પતિ આદિલ દુર્રાની (Adil Durrani)એ સમાચારની પુષ્ટિ કરી છે. રાખીની માતાની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. અગાઉ રાખી ઘણી વખત હૉસ્પિટલની બહાર દેખાઇ છે.

રાખીએ પણ ઘણી વખત મીડિયા સામે તેની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી. ઉપરાંત, તે સતત ચાહકોને તેની માતા માટે પ્રાર્થના કરવાની અપીલ કરતી હતી. જયાના નિધનથી રાખી અને તેના ચાહકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

રાખી સાવંત તાજેતરમાં બિગ બોસ મરાઠીમાં જોવા મળી હતી. શૉમાંથી બહાર આવ્યા બાદ તેને તેની માતાની તબિયત વિશે જાણકારી મળી હતી. સ્વાભાવિક છે કે તે તરત જ હૉસ્પિટલ પહોંચી હતી. આ પછી, તેણે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને તેની માતાની બીમારી વિશે જણાવ્યું. આ દરમિયાન રાખી ઈમોશનલ થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા.

આ પણ વાંચો: રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: આ કેસમાં મુંબઈ પોલીસે કરી અભિનેત્રીની ધરપકડ

મહત્વની વાત એ છે કે એક્ટિંગ અને ડાન્સિંગ સિવાય રાખી સાવંત હંમેશા એક યા બીજા કારણે સમાચારમાં રહે છે. તાજેતરમાં તેણે આદિલ દુર્રાની સાથે લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. રાખીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સિવાય શર્લિન ચોપરાએ તેની એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસે રાખીને કસ્ટડીમાં લઇ તેની પૂછપરછ કરી હતી. જોકે બાદમાં પોલીસે તેને છોડી મૂકી હતી. રાખી પર મોડલના વાંધાજનક ફોટા વાયરલ કરવાનો આરોપ છે. રાખી અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ છે.

28 January, 2023 10:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

જન્મદિવસે કંગનાએ માગી માફી, જાણો શું છે કારણ?

જન્મદિવસના અવસરે કંગના રણોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે હાથ જોડીને માફી માગી છે. આની સાથે જ તેણે વીડિયોમાં એવું ઘણું કહ્યું છે જેથી લોકો ચકિત થઈ શકે છે.

23 March, 2023 08:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

શું એકબીજાના પ્રેમમાં છે સાંસદ રાઘવ અને પરિણીતિ? તસવીરોમાં દેખાયા સાથે

પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાની. બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

23 March, 2023 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સુરક્ષિત છે ‘લીઓ’ની ટીમ

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા બાદ ટીમે સલામતીની માહિતી આપી

23 March, 2023 04:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK