રાખી સાવંતની મુશ્કેલીઓ વધી: આ કેસમાં મુંબઈ પોલીસે કરી અભિનેત્રીની ધરપકડ

19 January, 2023 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે. રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે

ફાઇલ તસવીર

અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant)ની મુંબઈ પોલીસે (Mumbai Police) ધરપકડ કરી છે. થોડા સમય પછી પોલીસ રાખી સાવંતને અંધેરી કોર્ટમાં રજૂ કરશે.

આંબોલી પોલીસે રાખીની ધરપકડ કરી છે. રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો અપમાનજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ પછી, આંબોલી પોલીસે મોડલની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. તેણીની ફરિયાદના આધારે, નવેમ્બર 2022માં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ રાખી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા વારંવાર પ્રયાસ કરવા છતાં રાખી હાજર રહી ન હતી. આથી આજે પોલીસ ટીમે તેણીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી હતી અને કેસની તપાસ ચાલી રહી છે. રાખી સાવંતની આગોતરા જામીનની અરજી ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ આજે તેની ધરપકડ કરવામાં આવી હતી.

રાખી સાવંતની ધરપકડ પૂર્વેના જામીન ગઈકાલે મુંબઈ સેશન કોર્ટે ફગાવી દીધા હતા, ત્યાર બાદ આજે તેની અટકાયત કરવામાં આવી છે. હવે રાખીની પોલીસે અટકાયત કર્યા બાદ અભિનેત્રી શર્લિન ચોપરાએ એક ટ્વિટ શેર કર્યું છે. શર્લિન ચોપરાની આ ટ્વિટએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

શર્લિન ચોપરાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે “બ્રેકિંગ ન્યૂઝ! અંબોલી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઇઆર નંબર 883/2022 માટે રાખી સવંતની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતની એબીએ 1870/2022 રદ કરી દીધી હતી.”

BREAKING NEWS!!!

AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022

YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT

— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)?? (@SherlynChopra) January 19, 2023

રાખી પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં

રાખીએ થોડા દિવસ પહેલા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસો પહેલા રાખીએ આદિલ ખાન સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના ફેન્સને તેના લગ્ન વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચો: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને સેક્સ્યુઅલ ચૅટમાં ન્યુડ બનવાનું ભારે પડ્યું

રાખી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને તેના અંગત જીવન વિશે માહિતગાર કરતી રહે છે. રાખી બિગ બોસ-14, નચ બલિયે, બિગ બોસ-15 અને બિગ બોસ મરાઠી-4માં દર્શકોની સામે આવી હતી. રાખી હંમેશા પોતાની કોમેડી સ્ટાઈલથી દર્શકોનું મનોરંજન કરે છે. રાખી વિવિધ વિષયો પર પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.

mumbai mumbai news mumbai police rakhi sawant sherlyn chopra