કુણાલ ખેમુની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સરસ છે, જેમાં એક અભિનેતાની કંજુસતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેતા ઘર ચલાવતી વખતે કઈ રીતે પૈસા બચાવે છે તે ફિલ્મમાં બતાવાયું છે
તસવીર સૌજન્ય: ZEE5ની યુટ્યુબ ચેનલ
દર્શકોમાં એક જુદી ઓળખ ઊભી કરનાર કુણાલ ખેમુ (Kunal Khemu) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ `કંજૂસ મખ્ખીચૂસ` (Kanjoos Makhichoos) માટે ચર્ચામાં છે. OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ ઉપરાંત શ્વેતા ત્રિપાઠી (Shweta Tripathi) પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર કુણાલ ખેમુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શૅર કર્યું છે.
View this post on Instagram
ADVERTISEMENT
કુણાલ ખેમુની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સરસ છે, જેમાં એક અભિનેતાની કંજુસતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેતા ઘર ચલાવતી વખતે કઈ રીતે પૈસા બચાવે છે તે ફિલ્મમાં બતાવાયું છે. જો કે, ટ્રેલરનો આગળનો ભાગ જોયા પછી, જાણવા મળે છે કે અભિનેતા આટલી કંજુસાઈથી વર્તે છે, તેની પાછળ કોઈ કારણ છે. ફિલ્મના ટ્રેલર મુજબ, એવી અપેક્ષા રાખી શકાય છે કે કુણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠી અભિનીત આ ફિલ્મમાં OTT દર્શકોનું એક પછી એક ઘણા અદ્ભુત ટ્વિસ્ટ સાથે મનોરંજન કરવામાં આવશે.
2 મિનિટ 13 સેકન્ડનું આ ટ્રેલર કૉમેડીથી ભરપૂર છે. ફિલ્મના દિગ્દર્શક વિપુલ મહેતા છે. કંજૂસ મખ્ખીચૂસની વાર્તા જમનાપ્રસાદ પાંડેની આસપાસ ફરે છે, જે ખૂબ જ કંજૂસ છે. તે પોતાની કંજૂસાઈની આદતોને કારણે આખા દેવરિયામાં જાણીતો છે. તેના માતા-પિતા, પત્ની અને પુત્ર જમના પ્રસાદની આ કંજૂસ આદતોથી કંટાળી ગયા છે. સ્નાન માટે વ્યક્તિ દીઠ એક ડોલનો ઉપયોગ કરવાથી લઈને દર મહિને એક અગરબત્તીનો ઉપયોગ કરવા સુધી, જમના પ્રસાદ ક્યારેય એક રૂપિયો પણ બિનજરૂરી ખર્ચતો નથી. જો કે, પરિવારના દરેક જણ જાણે છે કે જમના પ્રસાદનું કંજૂસ વર્તન એટલા માટે છે કારણ કે તે ચાર ધામની મુલાકાત લેવાનું તેના માતા-પિતાનું સ્વપ્ન પૂરું કરવા માગે છે.
ટ્રેલરમાં આ સ્ટાર્સ જોવા મળ્યા
કૃણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠી ઉપરાંત પીયૂષ મિશ્રા, અલકા અમીન અને પ્રખ્યાત કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav) પણ છે.
આ પણ વાંચો: નવ વર્ષમાં પહેલી વાર હોમટાઉનમાં શૂટિંગ કરી રહી છે રાધિકા મદન
આ પ્લેટફોર્મ પર રજૂ થશે ફિલ્મ
કુણાલ ખેમુ અને શ્વેતા ત્રિપાઠી અભિનીત ફિલ્મ `કંજૂસ મખ્ખીચૂસ` OTT દર્શકો માટે OTT પ્લેટફોર્મ Zee5 પર 24 માર્ચે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. જો કે, આ ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે તે જોવું રસપ્રદ રહેશે.