તેની છેલ્લી ફિલ્મ અર્જુન કપૂર સાથેની ‘કુત્તે’ હતી

રાધિકા મદન
રાધિકા મદન પહેલી વાર હોમટાઉનમાં શૂટિંગ કરી રહી છે. તે નવ વર્ષમાં પહેલી વાર દિલ્હીમાં શૂટિંગ કરી રહી છે. તેની આ સાતમી ફિલ્મ છે જેનું તે શૂટિંગ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ અર્જુન કપૂર સાથેની ‘કુત્તે’ હતી અને હવે ‘કચ્ચે લિંબુ’ આવવાની છે, જે ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થઈ રહી છે. દિલ્હીમાં શૂટિંગ કરવાની ખુશી તેણે ઇન્સ્ટા સ્ટોરી પર શૅર કરી હતી. રાધિકાએ કૅપ્શન આપી હતી કે ‘૯ વર્ષ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયાં છે અને હું પહેલી વાર મારા શહેરમાં શૂટિંગ કરી રહી છું. દિલ્હી.’