Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજ કુન્દ્રા વાઇફી શિલ્પા શેટ્ટીને કરે છે માત્ર ‘૭૨ ટકા’ પ્રેમ, સંબંધોમાં કેમ કડવાશ?

રાજ કુન્દ્રા વાઇફી શિલ્પા શેટ્ટીને કરે છે માત્ર ‘૭૨ ટકા’ પ્રેમ, સંબંધોમાં કેમ કડવાશ?

04 January, 2024 09:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી (Raj-Shilpa Love) શેર કરી છે, જેમાં તે તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથે ફની વાતચીત કરતો જોવા મળી રહ્યો છે

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની ફાઇલ તસવીર

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે
  2. શેર કરેલી સ્ટોરીમાં શિલ્પા રાજને પૂછે છે, “બેબી, તું મને કેટલો પ્રેમ કરે છે."
  3. આના પર રાજ કુન્દ્રાનો જવાબ ખૂબ જ રમૂજી છે

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) અવારનવાર મીડિયાની હેડલાઈન્સમાં રહે છે. બંને ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. શિલ્પા અને રાજ કુન્દ્રા (Raj-Shilpa Love)ની ગણતરી બી-ટાઉનના લોકપ્રિય કપલ્સમાં થાય છે. હાલમાં જ એક્ટ્રેસના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંઈક એવું પોસ્ટ કર્યું છે, જેને જોઈને તમે ચોંકી જશો.

રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીને કેટલો પ્રેમ કરે છે?



રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી (Raj-Shilpa Love) શેર કરી છે, જેમાં તે તેની પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સાથે ફની વાતચીત કરતો જોવા મળી રહ્યો છે. રાજ કુન્દ્રાએ પોતાની પત્ની સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, તે એકદમ રમુજી છે. શેર કરેલી સ્ટોરીમાં શિલ્પા (Raj-Shilpa Love) રાજને પૂછે છે, “બેબી, તું મને કેટલો પ્રેમ કરે છે?” જેના પર રાજ કહે છે 72%, જે પછી શિલ્પા પૂછે છે, "કેમ 100% નહીં?” જેના જવાબમાં તે ખૂબ જ રમૂજી રીતે જવાબ આપે છે અને કહે છે, “લક્ઝરી સામાન પર 28% GST લાગે છે.”


`UT 69`થી બોલિવૂડમાં પ્રવેશ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી છેલ્લે ફિલ્મ ‘સુખી’માં જોવા મળી હતી. તેમની આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કમાલ ન કરી શકી. તે જ સમયે તેના પતિ રાજ કુન્દ્રાએ પણ ફિલ્મ `UT 69` દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મની વાર્તા રાજ કુન્દ્રાના જીવન પર આધારિત છે. તેની ફિલ્મ બોક્સ ઑફિસ પર ફ્લોપ રહી હતી.


શિલ્પા શેટ્ટીની `સુખી` બની ઓટીટી પર ટ્રેન્ડિંગ નબંર 1 ફિલ્મ

શિલ્પા શેટ્ટીની નવી ફિલ્મ, `સુખી` શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે, જેણે વીકએન્ડમાં નેટફ્લિક્સ પર ટૉપ ટ્રેન્ડિંગમાં પહેલું સ્થાન હાંસલ કરી લીધું છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, જેમાં એક્ટ્રેસે સુખપ્રીત `સુખી` કાલરાનું પાત્ર ભજવ્યું છે. એક 38 વર્ષીય પંજાબી હાઉસવાઈફ જે દિલ્હીમાં સ્વશોધના માર્ગે નીકળી પડે છે. આ ઉપલબ્ધિને પોતાનું મન્ડે મોટિવેશન જણાવતા, શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શૅર કરીને પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે.

તેણે પોસ્ટને કૅપ્શન આપ્યું છે કે, "સુખી ટ્રેન્ડિંગ એટ નંબર 1 ઑન નેટફ્લિક્સ ઈન્ડિયા! કુડ નૉટ હેવ આસ્ક્ડ ફૉર એ બેટર સ્ટાર્ટ ટૂ ધ ડે! ફૉર એવરીવન ટ્રાઈન્ગ ટૂ ફાઈન્ડ દેમ્સેલ્વ્સ સુખી ઈઝ ફૉર યૂ. ફૉર ઑલ ધોઝ હુ હેવ વૉચ્ડ ઈટ, હાર્ટફેલ્ટ ગ્રેટિટ્યૂડ, સો ગ્લેડ યૂ આર લવિંગ ઈટ."

શિલ્પા શેટ્ટી હવે બૉલિવૂડ આઇકન રોહિત શેટ્ટીની આગામી વેબ સીરિઝ, `ઈન્ડિયન પોલીસ ફૉર્સ`માં પોતાના મોસ્ટ અવેઇટેડ ઓટીટી ડેબ્યૂ કરવાની છે. પોતાના પરફૉર્મન્સ લિસ્ટમાં ઉમેરો કરતા, શિલ્પા શેટ્ટી કુન્દ્રાની પાઈપલાઈનમાં `કેડી-ધ ડેવિલ` નામની કન્નડ ફિલ્મ પણ સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2024 09:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK