કરણ જોહર એક મોટા બજેટની ફિલ્મ બનાવી રહ્યો છે અને એમાં ટાઇગર શ્રોફ જોવા મળશે
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફની છેલ્લી કેટલીક ફિલ્મો બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નથી કરી શકી. આ જ કારણ છે કે કેટલાક પ્રોડ્યુસરોએ તેને ફીમાં ઘટાડો કરવાની સલાહ આપી હતી. હવે જાણવા મળ્યું છે કે કરણ જોહર એક મોટા બજેટની ફિલ્મ બનાવી રહ્યો છે અને એમાં ટાઇગર શ્રોફ જોવા મળશે. જોકે ટૂંક સમયમાં એ વિશે જાહેરાત કરવામાં આવશે. છેલ્લા થોડા મહિનાઓથી ટાઇગર અને કરણે ઘણા વિષય પર ચર્ચા કરી હતી. એમાંથી જ કોઈ એકાદ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીને લઈને બન્ને સહમત થયા છે. કરણ જોહર તેના પ્રોડક્શન-હાઉસ ધર્મા પ્રોડક્શન્સ હેઠળ આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો છે. ૨૦૨૫માં રિલીઝ થનારી આ ફિલ્મને ભવ્ય બનાવવામાં આવશે. ટાઇગરને કદી ન જોયો હોય એવા રોલમાં તે દેખાવાનો છે. એથી તેના ફૅન્સ પણ એક્સાઇટ થઈ જશે એ તો નક્કી છે.

