ઇરફાન ખાન પાસેથી કઈ શિક્ષા મળી હતી રાધિકા મદનને? ,પુરાની યાદેં અને વધુ સમાચાર
રાધિકા મદન
ઇરફાન ખાન પાસેથી કઈ શિક્ષા મળી હતી રાધિકા મદનને?
રાધિકા મદનનું કહેવું છે કે તેને સ્વર્ગીય ઇરફાન ખાન પાસેથી ખૂબ સારી શિક્ષા મળી હતી. તેમણે ‘અંગ્રેઝી મીડિયમ’માં સાથે કામ કર્યું હતું. ગઈ કાલે ટીચર્સ ડે હોવાથી રાધિકાએ પોસ્ટ કરી હતી, ‘મારી લાઇફમાં ડર હંમેશાં મારો સૌથી સારો ટીચર રહ્યો છે. એ વિશે કહેવું, એનો સ્વીકાર કરવો અને એમાંથી બહાર આવવાનું હું લાઇફમાં ખૂબ શીખી છું. હું લાઇફમાં ગમે ત્યાં કેમ ન પહોંચું, હું હંમેશાં શીખતી રહીશ. હંમેશાં નવા પર્સપેક્ટિવ, અન્ય સ્કિલ અને એક સ્ટુડન્ટની જેમ કોઈ પણ વસ્તુને શીખતી રહીશ. મને ખાતરી છે કે ક્યારેય બૅકફાયર નહીં કરે. હંમેશાં સ્ટુડન્ટ બનીને રહેવું એ હું ઇરફાનસર પાસેથી શીખી હતી. મને હજી પણ યાદ છે કે મહત્ત્વના દૃશ્ય પહેલાં તેઓ હંમેશાં સ્ક્રિપ્ટ સાથે રિહર્સલ કરતા હતા. તેઓ એટલા અદ્ભુત ઍક્ટર હતા કે તેમને એવું કંઈ કરવાની જરૂર નહોતી, પરંતુ એમ છતાં તેઓ હંમેશાં શીખતા રહેતા અને મેં નક્કી કર્યું હતું કે હું પણ તેમની પાસેથી હંમેશાં શીખતી રહીશ.’
ADVERTISEMENT
પુરાની યાદેં
અર્જુન કપૂરે એક ફોટો શૅર કર્યો છે જેમાં રણબીર કપૂર જોવા મળી રહ્યો છે. આ ફોટો તેના બાળપણનો છે. આ ફોટોમાં રણબીર કપૂર મસ્તી કરતો હોય એવો જોવા મળી રહ્યો છે. આ ફોટોને અરમાન જૈન દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. આ તેની ત્રીજી અથવા તો ચોથી બર્થ-ડે પાર્ટીનો હતો; જેમાં આદર જૈન, અર્જુન કપૂર, અંશુલા કપૂર, સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર, ઝહાન કપૂર, પૂજા દેસાઈ, તુલસી કપૂર, વિશ્વ કપૂર, રણબીર અને રિદ્ધિમા કપૂર જોવા મળી રહ્યાં છે. અરમાનની પોસ્ટ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી, ‘ખૂબ જૂનો ફોટો છે અને રણબીર કપૂર, બસ, રણબીર કપૂર બની રહ્યો છે.
પરિણીતી ઉદયપુરમાં આ મહિને લગ્ન કરી રહી છે
પરિણીતી ચોપડા આ મહિને ઉદયપુરમાં આમ આદમી પાર્ટીના લીડર રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરી રહી છે. તેમનાં લગ્ન ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે હોટેલ લીલા પૅલેસ ને ઉદયવિલાસમાં રાખવામાં આવ્યાં છે. આ દરમ્યાન ઘણી બૉલીવુડ અને પૉલિટિકલ પર્સનાલિટીઝ ઉદયપુરમાં જોવા મળશે. ૨૩ સપ્ટેમ્બરે મેંદી, હલ્દી અને સંગીત સેરેમની રાખવામાં આવી છે. તેઓ ૨૪ સપ્ટેમ્બરે લગ્ન કરશે અને લગ્ન બાદ તેમણે ગુરુગ્રામમાં રિસેપ્શન પણ રાખ્યું છે. આ રિસેપ્શનમાં મોટા ભાગની પૉલિટિકલ પાર્ટીના સભ્યો પણ જોવા મળશે.
‘તૂ ચાહિએ’ માટે એક્સાઇટેડ છે અક્ષય ઑબેરૉય
અક્ષય ઑબેરૉય તેની આગામી ફિલ્મ ‘તૂ ચાહિએ’ને લઈને આતુર છે. આ ફિલ્મમાં તેની સાથે અશનુર કૌર અને વેબ-સિરીઝ ‘શૂરવીર’માં જોવા મળેલો આદિલ ખાન પણ દેખાશે. આ ફિલ્મને રત્ના સિંહા અને અકુલ િત્રપાઠી પ્રોડ્યુસ કરશે. રાયપુરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. આ ફિલ્મમાં પોતાના રોલ વિશે અક્ષય ઑબેરૉયે કહ્યું કે ‘હું એક રોમૅન્ટિક લવ-સ્ટોરી કરવા માટે એક્સાઇટેડ છું. આ એક તરોતાજા અનુભવ રહેશે કે જ્યારે લવ સ્ટોરી દેખાડતી ખૂબ ઓછી ફિલ્મો બને છે. ઘણા સમય બાદ હું આવો રોલ કરી રહ્યો છું. મારા માટે જે પાત્ર લખાયું છે એને હું એન્જૉય કરી રહ્યો છું. એનું પાત્ર ચૅલેન્જિંગ અને અલગ શેડ્સ સાથે અનોખું પણ છે. એ સર્વશ્રેષ્ઠ રોમૅન્ટિક હીરો નથી અને એ જ વસ્તુ ચૅલેન્જિંગની સાથે એક્સાઇટિંગ પણ છે.’