આર. માધવન કહે છે કે હું મારી વયને અનુરૂપ રોલ કરવા ઇચ્છું છું
આર. માધવન
આર. માધવન અને ફાતિમા સના શેખની ‘આપ જૈસા કોઈ’ શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મમાં એક પરિપકવ વ્યક્તિની પ્રેમકથા છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં આર. માધવને જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ કદાચ મારી છેલ્લી રોમૅન્ટિક ફિલ્મ હોઈ શકે છે, કારણ કે હવે હું વયને અનુરૂપ રોલ ભજવવા ઇચ્છું છું. આ ફિલ્મમાં રોમૅન્ટિક ભૂમિકા ભજવવાની મેં હા પાડી, કારણ કે આ રોલ મારી વયને અનુરૂપ છે. આવી પ્રેમકથાઓ સિનેમામાં ભાગ્યે જ દેખાય છે. મને લાગે છે કે કદાચ આ મારી છેલ્લી રોમૅન્ટિક ફિલ્મ હશે, કારણ કે હું હવે મારી વયને અનુરૂપ હોય એવા જ રોલ કરવા ઇચ્છું છું.’


