Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમયના પાબંદ અમિતાભ બચ્ચનને એક વાર સેટ પર મોડા પહોંચવા બદલ ગેટ-આઉટ કહી દેવાયેલું

સમયના પાબંદ અમિતાભ બચ્ચનને એક વાર સેટ પર મોડા પહોંચવા બદલ ગેટ-આઉટ કહી દેવાયેલું

Published : 24 August, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે એક વખત શૂટિંગ સેટ પર મોડા પહોંચવાને કારણે ડિરેક્ટરે તેમને ઠપકો આપીને સેટ પરથી જવા કહી દીધું હતું.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


બૉલીવુડમાં અમિતાભ બચ્ચનની પંક્ચ્યુઅલિટીની મિસાલ આપવામાં આવે છે, પણ વર્ષો પહેલાં એક સમયે એવું પણ બન્યું હતું કે તેમને સેટ પર મોડા આવવા બદલ કાઢી મૂકવામાં આવ્યા હતા. તાજેતરમાં અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’માં કૉમનવેલ્થ ગેમ્સ 2026ના વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન અમિતાભે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે શરૂઆતના સમયમાં તેમને તેમની ઊંચાઈને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં, એક વખત શૂટિંગના સેટ પર મોડા પહોંચવા બદલ ડિરેક્ટરે તેમને ઠપકો આપીને સેટ પરથી કાઢી મૂક્યો હતો. 
આ સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરતાં અમિતાભે કહ્યું હતું કે ‘હું સામાન્ય રીતે શૂટિંગના સ્થળે સમયસર પહોંચવાનો પ્રયાસ કરતો હતો, પણ એક વખત હું મોડો પડી ગયો હતો. એ સમયે મારી પાસે મારી પોતાની કાર પણ નહોતી એટલે હું કોઈ બીજી વ્યક્તિની કારમાં સેટ પર પહોંચ્યો હતો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ડિરેક્ટર સેટની બહાર ઊભો હતો. મને જોઈને જ ડિરેક્ટરે કહ્યું કે શૂટિંગ પૅકઅપ થઈ ગયું છે અને હવે મારે સેટ પરથી જતા રહેવું જોઈએ. આમ શૂટિંગમાં મોડા પહોંચવાને કારણે મને સેટ પરથી ગેટ-આઉટ કહી દેવામાં આવ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK