અમિતાભ બચ્ચન પાસે લક્ઝરી અને મોંઘી કારોનું શાનદાર કલેક્શન છે. હાલમાં તેમણે Mahindra BE 6નું હાઇએન્ડ મૉડલ ખરીદ્યું છે જેની કિંમત અંદાજે ૨૬.૯૦ લાખ રૂપિયા જેટલી છે. આ કાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ છે.
અમિતાભ બચ્ચને ખરીદી અંદાજે ૨૬.૯૦ લાખની નવી ઇલેક્ટ્રિક Mahindra BE 6
અમિતાભ બચ્ચન પાસે લક્ઝરી અને મોંઘી કારોનું શાનદાર કલેક્શન છે. હાલમાં તેમણે Mahindra BE 6નું હાઇએન્ડ મૉડલ ખરીદ્યું છે જેની કિંમત અંદાજે ૨૬.૯૦ લાખ રૂપિયા જેટલી છે. આ કાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ છે. કંપનીના જણાવ્યા અનુસાર એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ આ ગાડી ૬૮૨ કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે અને એમાં પાવર પાછળનાં વ્હીલ્સ સુધી પહોંચે છે. હાલમાં અમિતાભનો વિડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોતાની નવી ઇલેક્ટ્રિક કારને ડ્રાઇવ માટે રસ્તા પર લઈ જતા જોવા મળી રહ્યા છે અને તેમનો આ વિડિયો એક ફૅને રેકૉર્ડ કર્યો છે.
