દુબઈની એક ઇવેન્ટમાં શાહરુખ ખાનની હાજરીમાં આ વાતની ચર્ચા થઈ એટલે શક્યતા ખરી
શાહરુખ ખાન ઇવેન્ટમાં
હાલમાં દુબઈમાં એક રિયલ એસ્ટેટ ઇવેન્ટ યોજવામાં આવી હતી જ્યાં શાહરુખ ખાનના નામે બનેલા એક કમર્શિયલ ટાવર ‘શાહરુખ્ઝ બાય ડૅન્યુબ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે શાહરુખ પોતે હાજર રહ્યો હતો અને તેણે જ પોતાના નામના ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ જ ઇવેન્ટ દરમ્યાન એક ડેવલપરે ‘પઠાન 2’નો ઉલ્લેખ કરીને એના બનવાની વાત કહી. આ ક્ષણનો વિડિયો હવે ચર્ચામાં છે.
આ વાઇરલ વિડિયોમાં ડેવલપર કહે છે કે ‘જ્યારે કોઈ બ્લૉકબસ્ટર ફિલ્મ બને છે ત્યારે એની સીક્વલ આવતી જ હોય છે, જેમ કે ‘પઠાન’ પછી હવે ‘પઠાન 2’ આવી રહી છે. શું શાહરુખ ખાનના નામે બીજો ટાવર પણ આવવો જોઈએ કે નહીં?’
ADVERTISEMENT
જોકે ‘પઠાન’ના મેકર્સ તરફથી હજી સુધી ‘પઠાન 2’ને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


