Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ, શાહરુખ-દીપિકાની હૉટ એન્ડ બૉલ્ડ કૅમેસ્ટ્રી ચોરી લેશે દિલ

‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ, શાહરુખ-દીપિકાની હૉટ એન્ડ બૉલ્ડ કૅમેસ્ટ્રી ચોરી લેશે દિલ

12 December, 2022 03:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બિકનીમાં એદકદમ જ અલગ લાગે છે દીપિકા પાદુકોણ, તો બોલિવૂડના બાદશાહના દેખાયા સિક્સ પૅક

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાન (Shah Rukh Kh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની જોડી ફરી એકવાર ફિલ્મ ‘પઠાણ’ (Pathaan)માં જોવા મળવાની છે. આ ફિલ્મને લઈને ફૅન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે આજે ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ (Besharam Rang) રિલીઝ થયું છે. ફિલ્મમાં શાહરુખ-દીપિકાની હૉટ એન્ડ બૉલ્ડ કૅમેસ્ટ્રી જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. ફિલ્મના ગીતની ચારેય તરફથી પ્રશંસા કરવામાં આવી રહી છે.

અહીં જુઓ ગીત :




‘બેશરમ રંગ’માં શાહરુખ ખાનનો એકદમ હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. તો દીપિકા પાદુકોણનો લૂક એકદમ કિલર અને હૉટ છે. સોન્ગમાં દીપિકાનો બિકીની અવતાર પણ સહુનું ધ્યાન ખેંચી રહ્યો છે. ગીતમાં દિપીકા પાદુકોણ ગોલ્ડન યેલો બિકનીમાં એકદમ જ સેક્સી લાગી રહી છે. તો શાહરુખ ખાનના સિક્સ પેક પર ફેન્સ ફિદા થઈ ગયા છે. શાહરૂખના લાંબા વાંકડિયા વાળ અને જબરદસ્ત ફિટનેસ જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે.

આ પણ વાંચો – મા વૈષ્ણો દેવીના મંદિરમાં પહોંચ્યો કિંગ ખાન, આગામી ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના


આ ગીત શિલ્પા રાવ, કેરાલિસા મોંટેરિયો અને વિશાલ શેખરે ગાયું છે. તેના શબ્દો વિશાલ દદલાનીના છે. મ્યુઝિક વિશાલ-શેખરે આપ્યું છે અને કોરિયોગ્રાફી વૈભવી મર્ચંટની છે.

તમને જણાવી દઈએ કે, ‘પઠાણ’ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુમાં રિલીઝ થશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા શાહરુખ ખાન ચાર વર્ષ પછી સ્ક્રિન પર જોવા મળશે. ફિલ્મની સફળતા માટે કિંગ ખાન ક્યારેક મક્કામાં ઉમરાહ કરી રહ્યો છે તો ક્યારેક વૈષ્ણો દેવીમાં માતાજીના દર્શન કરી રહ્યો છે.

આ પણ વાંચો – ‘બેશરમ રંગ’માં દીપિકાનો બોલ્ડ અવતાર

લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK