Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મા વૈષ્ણો દેવીના મંદિરમાં પહોંચ્યો કિંગ ખાન, આગામી ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના

મા વૈષ્ણો દેવીના મંદિરમાં પહોંચ્યો કિંગ ખાન, આગામી ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના

12 December, 2022 11:20 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Pathaan) આવતા મહિને જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શાહરૂખ ખાન (Shah Rukh Khan) ખરેખર બોલિવૂડનો બાદશાહ છે. શાહરૂખ કામ સાથે ભગવાનને યાદ કરવાનું ક્યારેય ભૂલતો નથી. મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરૂખે મા વૈષ્ણો દેવીના દરબારમાં હાજરી આપી હતી. શાહરૂખની આ સ્ટાઇલે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ (Pathaan) આવતા મહિને જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં તે પોતાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે. કિંગ ખાન મોડી રાત્રે કટરા સ્થિત માતા વૈષ્ણો દેવીના પવિત્ર મંદિરે પહોંચ્યો હતો. તેમણે મા વૈષ્ણો દેવીના દરબારમાં પ્રણામ પ્રાર્થના કરી હતી.



મીડિયા અહેવાલો અનુસાર શાહરૂખ ખાને તેમના અન્ય સાથીઓ સાથે હાજરી આપીને મા વૈષ્ણો દેવીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. શાહરૂખે તેના ચહેરા પર માસ્ક લગાવ્યું હતું, જેથી લોકો તેને ઓળખી ન શકે.



તમે શાહરૂખને ફિલ્મી પડદે ઘણા અલગ-અલગ રૂપમાં જોયા જ હશે. ક્યારેક રોમાન્સ તો ક્યારેક એક્શન કિંગ બનીને લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ રિયલ લાઈફમાં શાહરૂખ સાચો ફેમિલી મેન છે અને ખૂબ જ ધાર્મિક પણ છે.

શાહરૂખને પઠાણ પાસેથી આશા

શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ પઠાણથી પડદા પર વાપસી કરી રહ્યો છે. શાહરૂખના ચાહકોમાં પઠાણને લઈને ઘણી ચર્ચા છે. આ ફિલ્મમાં કિંગ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: રણબીર કપૂરને કઈ વાતનો ડર સતાવે છે?

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મના અત્યાર સુધી શાહરૂખના ઘણા પોસ્ટર સામે આવ્યા છે. શાહરૂખના લાંબા વાંકડિયા વાળ અને જબરદસ્ત ફિટનેસ જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે. ચાહકો હવે તે દિવસની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કિંગ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK