Pagalpanti Teaser: વધુ એક ફની ટીઝર રિલીઝ
ફિલ્મ 'પાગલપંતી' આ અઠવાડિયે મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝમાં થોડાંક જ દિવસ બાકી છે અને ફિલ્મની કાસ્ટ પ્રમોશનમાં કોઇ કસર બાકી નથી રાખતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ મેકર્સે રિલીઝના ચાર દિવસ પહેલા પણ એક ટીઝર રિલીઝ કર્યું છે. કૉમેડી ફિલ્મનું આ ફની ટીઝર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને કાસ્ટને પણ આશા છે કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરવાની છે.
સોમવારે ફિલ્મ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝે વધું એક ટીઝર શૅર કર્યું છે અને ફિલ્મનું ફની ટીઝર ઘણું શૅર કરવામાં આવી રહ્યું છે. ઇલિયાનાએ ફિલ્મનું ટીઝર શૅર કરતાં લખ્યું છે, "આમના ચહેરા પર ન જાઓ, જેટલા સીધા દેખાય છે આ... તેટલા છે નહીં. કરવા આવી રહ્યા છે તમને પણ પાગલ, ચાર દિવસમાં." આ ટીઝર જ તમને હસાવવા માટે પૂરતું છે અને માનવામાં આવે છે કે ફિલ્મ પણ તમને કૉમેડીના મામલે નિરાશ નહીં કરે.
ADVERTISEMENT
Inki shakal pe mat jaao, jitne seedhe dikhte hai yeh... utne hai nahi! Karne aa rahe hai aapko bhi pagal, 4 dino mein! pic.twitter.com/hgR0Dm1o7m
— Ileana D'Cruz (@Ileana_Official) November 18, 2019
ટીઝરમાં ફિલ્મના એક્ટર્સ જૉન અબ્રાહમ, ઉર્વશી રૌતેલા, અરશદ વારસી, પુલકિત સમ્રાટ દેખાય છે. સાથે જ ફિલ્મનું ટ્રેલર શૅર થયા બાદ લોકો તેની રાહ જોઈ રહ્યા છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર 22 ઑક્ટોબરના શૅર કરવામાં આવશે અને તેણે એક મહિના પછી 22 નવેમ્બર એટલે કે આ શુક્રવારે ફિલ્મ સિનેમાઘરોમાં પણ રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો
ફિલ્મમાં અરશદ વારસી, અનિલ કપૂર, સૌરભ શુક્લાની જોડી તમને હસાવતી દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝ્મી કરી રહ્યા છે અને ફિલ્મ ભૂષણ કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠકના પ્રૉડક્શનમાં બની રહી છે. આ ફિલ્મમાં જૉનના પાત્રનું નામ 'રાજ કિશોર' છે. તો, ઇલિયાન કોઇક 'સંજના' નામના પાત્રની ભૂમિકામાં છે. આ સિવાય અનિલ કપૂર 'વાયફાય ભાઈ', પુલકિત સમ્રાટ 'ચંદૂ', કૃતિ ખરબંદા 'જાન્હવી', અરશદ વારસી 'જંકી', સૌરભ શુક્લા 'રાજા સાહબ' અને ઉર્વશી રૌતેલા 'કાવ્યા'ના પાત્રમાં દેખાશે.