Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીકરા તરીકે નહીં, પરંતુ એક ફૅન તરીકે મને અમિતાભ બચ્ચન સાથે ફરીથી કામ કરવું છે : અભિષેક બચ્ચન

દીકરા તરીકે નહીં, પરંતુ એક ફૅન તરીકે મને અમિતાભ બચ્ચન સાથે ફરીથી કામ કરવું છે : અભિષેક બચ્ચન

29 May, 2023 03:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્નેએ ‘સરકાર’, ‘સરકાર રાજ’, ‘પા’, ‘બન્ટી ઔર બબલી’ અને ‘કભી અલવિદા ના કહના’માં સાથે કામ કર્યું હતું.

અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન

અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન


અભિષેક બચ્ચનને તેના પિતા અમિતાભ બચ્ચન સાથે ફરીથી કામ કરવાની ઇચ્છા છે. આ બન્નેએ ‘સરકાર’, ‘સરકાર રાજ’, ‘પા’, ‘બન્ટી ઔર બબલી’ અને ‘કભી અલવિદા ના કહના’માં સાથે કામ કર્યું હતું. ડૅડી સાથે કામ કરવા વિશે અભિષેક બચ્ચને કહ્યું કે ‘મને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું ગમે છે. કોઈ પણ ઍક્ટર હોય તે તેમની સાથે કામ કરવાની તક શોધતા હોય છે. તેઓ મારા ફેવરિટ છે. એક દીકરા તરીકે નહીં, પરંતુ એક ફૅન તરીકે મારે તેમની સાથે ફરીથી કામ કરવું છે. જોકે ફિલ્મ અને સ્ક્રિપ્ટ યોગ્ય હોવી જોઈએ કે અમે બન્ને સાથે આવી શકીએ.’ અભિષેક બચ્ચનને તેની વાઇફ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પણ કામ કરવું છે. એ વિશે અભિષેકે કહ્યું કે ‘તે મારી ફેવરિટ કો-સ્ટાર છે. મને તેની સાથે કામ કરવું ગમશે, પરંતુ હા, એના માટે પણ સ્ક્રિપ્ટ સારી હોવી જોઈએ.’

યુવરાજ સિંહ સાથે મોનૅકોમાં કરીના




કરીના કપૂર ખાન હાલમાં મોનૅકોમાં આયોજિત F1 ગ્રાં પ્રિ જોવા પહોંચી છે. એ ઇવેન્ટમાં ક્રિકેટર યુવરાજ સિંહ પણ પહોંચ્યો છે. તેની સાથેનો ફોટો કરીનાએ શૅર કર્યો હતો. કરીનાએ બેજ રંગનું સ્લીવલેસ ટૉપ અને પૅન્ટ પહેર્યાં હતાં. સાથે જ તેણે સનગ્લાસિસ પહેર્યા છે. બાલ્કનીમાં ઊભેલો પોતાનો ફોટો પણ તેણે શૅર કર્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, આજનો દિવસ શાનદાર છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK