Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને કોઈની મશ્કરી કરવી પસંદ નથી : અભિષેક બચ્ચન

મને કોઈની મશ્કરી કરવી પસંદ નથી : અભિષેક બચ્ચન

28 May, 2023 06:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચને જણાવ્યું છે કે તેને કોઈની મશ્કરી કરવુ પસંદ નથી. એને તે અયોગ્ય માને છે. તે વિકી કૌશલ સાથે મળીને IIFAને હોસ્ટ કરવાનો છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અભિષેક બચ્ચને જણાવ્યું છે કે તેને કોઈની મશ્કરી કરવુ પસંદ નથી. એને તે અયોગ્ય માને છે. તે વિકી કૌશલ સાથે મળીને IIFAને હોસ્ટ કરવાનો છે. અભિષેકની દીકરી આરાધ્યાની સ્કૂલનાં કમિટમેન્ટ્સ હોવાથી આ વખતે ઐશ્વર્યા રાય બચ્ચન આ ઇવેન્ટમાં સામેલ નથી થઈ શકી. અવૉર્ડ નાઇટને હોસ્ટ કરવા વિશે અભિષેક બચ્ચને કહ્યું કે ‘તમે જ્યારે હોસ્ટિંગ કરો તો તમારા પર મોટી જવાબદારી હોય છે. અમારે એ વાતની ખાતરી રાખવાની હોય છે કે અમારા સિનેમાને અમે યોગ્ય રીતે, ગરિમાપૂર્ણ અને સન્માનિત ઢબે રજૂ કરીએ. મને અન્ય લોકોની મજાક ઉડાવવી પસંદ નથી. મને એ અયોગ્ય લાગે છે. એથી મારા હોસ્ટિંગ દરમ્યાન તમને એ નહીં દેખાય. એવું કામ કરો જે મનોરંજન આપે, હળવું રાખો અને દર્શકોને પણ જોડી રાખો.’


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2023 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK