Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધરના લાઇફટાઇમ કલેક્શનને પછાડીને આગળ નીકળી ગઈ રામાયણની કમાણી

ધુરંધરના લાઇફટાઇમ કલેક્શનને પછાડીને આગળ નીકળી ગઈ રામાયણની કમાણી

Published : 17 November, 2026 10:55 AM | Modified : 17 November, 2026 11:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મે વિશ્વભરમાં ૧૩૮૪.૫૦ કરોડ રૂપિયાનો ગ્રૉસ ‌બિઝનેસ નોંધાવીને અનેક ફિલ્મોના રેકૉર્ડ તોડી નાખ્યા.

રામાયણનું પોસ્ટર

રામાયણનું પોસ્ટર


નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’ બૉક્સ-ઑફિસ પર સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને રવિ દુબે અભિનીત આ ફિલ્મે રિલીઝના બીજા રવિવારે દેશ અને વિદેશની બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ સાથે ‘રામાયણ’એ અનેક મોટી ભારતીય ફિલ્મોનાં લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધા છે. ફિલ્મનું વિશ્વવ્યાપી ગ્રૉસ કલેક્શન ૧૩૮૪.૫૦ કરોડ રૂપિયા થઈ ગયું છે.

‘રામાયણ’ને વિદેશી માર્કેટમાં પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ફિલ્મે વિદેશમાંથી ૪૭૫.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ખાસ વાત એ છે કે બીજા રવિવારે જ વિદેશી બજારોમાંથી ફિલ્મે અંદાજે ૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દેશ અને વિદેશના બિઝનેસને જોડવામાં આવે તો ‘રામાયણ’નું વિશ્વવ્યાપી ગ્રૉસ કલેક્શન ૧૩૮૪.૫૦ કરોડ રૂપિયા થઈ ગયું છે.



આ શાનદાર કમાણી સાથે ‘રામાયણ’એ રણવીર સિંહની ‘ધુરંધર’ના લાઇફટાઇમ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે, કારણ કે ‘ધુરંધર’એ દુનિયાભરમાં ૧૩૦૭.૩૫ કરોડ રૂપિયાનો ગ્રૉસ બિઝનેસ કર્યો હતો જ્યારે ‘રામાયણ’ અત્યાર સુધીમાં એના કરતાં આશરે ૭૭ કરોડ રૂપિયા વધુ કમાઈ ચૂકી છે.


આ ઉપરાંત ફિલ્મે ‘RRR’, ‘K.G.F. : ચૅપ્ટર 2’, ‘પઠાન’, ‘જવાન’ અને ‘કલ્કિ 2898 AD’ જેવી મોટી ફિલ્મોનાં વિશ્વવ્યાપી ગ્રૉસ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. આંકડા અનુસાર ‘RRR’એ ૧૨૩૦ કરોડ રૂપિયા, ‘K.G.F. : ચૅપ્ટર 2’એ ૧૨૧૫ કરોડ રૂપિયા, ‘પઠાન’એ ૧૦૫૫ કરોડ રૂપિયા, ‘જવાન’એ ૧૧૬૦ કરોડ રૂપિયા તેમ જ ‘કલ્કિ 2898 AD’એ ૧૦૪૨.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આવતા વર્ષે ચીનમાં રિલીઝ થશે રામાયણ


૨૦૧૭માં નિતેશ તિવારીની ફિલ્મ ‘દંગલ’ ચીનમાં મોટી બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે ચીનમાં અંદાજે ૧૩૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે ભારતમાં થયેલી કમાણી કરતાં બમણાથી પણ વધારે હતી. હવે નિતેશ તિવારી પોતાની નવી ફિલ્મ ‘રામાયણ’ની ચીનમાં રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે ભારતમાં હિન્દી, કન્નડા, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. વિદેશમાં ફિલ્મનું અંગ્રેજી વર્ઝન પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ પછી ‘રામાયણ’ આવતા વર્ષના પહેલા ત્રણ મહિનામાં ચીન, જપાન, સાઉથ કોરિયા અને રશિયામાં પણ રિલીઝ કરવામાં આવશે. ચીનમાં તો સેન્સર-ક્લિયરન્સ માટે અગાઉથી જ સબમિટ કરી દેવામાં આવી છે.

‘રામાયણ’ ૧૨ નવેમ્બરે હૉન્ગકૉન્ગમાં રિલીઝ થઈ ચૂકી છે. ૧૯ નવેમ્બરે આ ફિલ્મ બ્રાઝિલ, ઇટલી, યુક્રેન અને હંગેરીમાં રિલીઝ થશે તેમ જ ૨૦ નવેમ્બરે પોલૅન્ડમાં રજૂ કરવામાં આવશે. આ પછી ૨૬ નવેમ્બરે આર્જેન્ટિના, મધ્ય અમેરિકા, કોલમ્બિયા, ઇક્વાડોર અને પેરુમાં ફિલ્મ રિલીઝ થશે.

રામાયણની પહેલા વીકએન્ડ કરતાં બીજા વીકએન્ડની આવકમાં ૧૮.૯૧ ટકાનો ઉછાળો

ફિલ્મે ભારતમાં કુલ ૬૦૫.૨૩ કરોડ રૂપિયાની નેટ કમાણી નોંધાવી છે

‘રામાયણ’ના હિન્દી વર્ઝને બીજા વીકએન્ડમાં શાનદાર કમાણી નોંધાવી છે. બીજા વીકએન્ડમાં શુક્રવારથી રવિવાર સુધીની કમાણી પ્રથમ વીકએન્ડની સરખામણીમાં ૧૮.૯૧ ટકા વધી છે. આ આંકડાને કારણે દિવાળી પહેલાંના સમયગાળાને કારણે પ્રથમ વીકએન્ડના બિઝનેસ પર અસર પડી હતી. આ ફિલ્મની કમાણીના આંકડા જોઈએ તો એણે પહેલા વીકએન્ડમાં ૧૨૮.૨૫ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી જ્યારે બીજા વીકએન્ડમાં આ આંકડો વધીને ૧૫૨.૫૦ કરોડ રૂપિયા થયો છે. બીજા વીકએન્ડમાં શુક્રવારે ૩૭.૫૦ કરોડ રૂપિયા, શનિવારે ૫૭ કરોડ રૂપિયા અને રવિવારે ૫૮ કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાયું હતું. આ સાથે ફિલ્મના હિન્દી વર્ઝનની ભારતમાં કુલ નેટ કમાણી ૬૦૫.૨૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

‘રામાયણ’ના હિન્દી વર્ઝને પહેલા અઠવાડિયામાં ૪૫૨.૭૩ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મના પ્રથમ અઠવાડિયાના આ આંકડામાં કુલ આઠ દિવસની કમાણી સામેલ છે. બીજા વીકએન્ડની ૧૫૨.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી ઉમેરાતાં કુલ નેટ કલેક્શન ૬૦૫.૨૩ કરોડ રૂપિયા થયું છે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK