Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સિનિયર SAFF ચૅમ્પિયનશિપની ફાઇનલમાં આજે પહેલી વખત ભારત-પાકિસ્તાનની ટક્કર

સિનિયર SAFF ચૅમ્પિયનશિપની ફાઇનલમાં આજે પહેલી વખત ભારત-પાકિસ્તાનની ટક્કર

Published : 17 November, 2026 09:41 AM | Modified : 17 November, 2026 10:17 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં રેકૉર્ડ ૯ વખત ચૅમ્પિયન બની છે. ૧૯૯૫, ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮માં ભારત રનરઅપ રહ્યું હતું. ભારત પહેલી વખત હૅટ-ટ્રિક ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. આ વખતે ટુર્નામેન્ટમાં ભારતે પોતાની B ટીમ મોકલી છે.

ભારતની ફુટબૉલ ટીમ, પાકિસ્તાનની ફુટબૉલ ટીમ

ભારતની ફુટબૉલ ટીમ, પાકિસ્તાનની ફુટબૉલ ટીમ


બંગલાદેશના ઢાકામાં આજે સાઉથ એશિયન ફુટબૉલ અસોસિએશન (SAFF) ચૅમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. ભારત ૧૫ આવૃત્તિઓમાંથી ૧૪ વખત ટૉપ ટૂમાં રહ્યું છે અને માત્ર ૨૦૦૩માં જ ફાઇનલમાં પહોંચી શક્યું નહોતું. પાકિસ્તાન પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમશે. આ સીઝન પહેલાં પાકિસ્તાની ટીમ ૪ વખત સેમી-ફાઇનલ સુધી પહોંચી હતી.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં રેકૉર્ડ ૯ વખત ચૅમ્પિયન બની છે. ૧૯૯૫, ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮માં ભારત રનરઅપ રહ્યું હતું. ભારત પહેલી વખત હૅટ-ટ્રિક ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. આ વખતે ટુર્નામેન્ટમાં ભારતે પોતાની B ટીમ મોકલી છે.



મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી


ભારતની B ટીમે હાલમાં ગ્રુપ-સ્ટૅજ મૅચમાં પાકિસ્તાનની સિનિયર ટીમ સામે ૩-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિનિયર મેન્સ લેવલે બન્ને ટીમો ૩૦ વખત સામસામે રમી છે. એમાંથી ભારત ૧૭ મૅચ જીત્યું છે અને પાકિસ્તાન માત્ર ૪ મૅચમાં વિજય મેળવી શક્યું છે. ૯ મૅચ ડ્રૉ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 10:17 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK