Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > `મરાઠીમાં કેમ નહીં?`: રણબીર કપૂરની `રામાયણ`ને લઈ NCP નેતાએ કરી આ માગણી

`મરાઠીમાં કેમ નહીં?`: રણબીર કપૂરની `રામાયણ`ને લઈ NCP નેતાએ કરી આ માગણી

Published : 14 November, 2026 02:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મળતી માહિતી મુજબ, ફિલ્મ `રામાયણ`ને મોટા પાયે, બહુભાષી સ્તરે રિલીઝ કરવામાં આવી છે. હાલમાં, દેશભરમાં થિયેટર રિલીઝ માટે જાહેર કરાયેલી ભાષાઓમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે, પણ તેમાં મરાઠી ભાષાનો ઉલ્લેખ નથી.

રામાયણનું પોસ્ટર

રામાયણનું પોસ્ટર


મહારાષ્ટ્રમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ `રામાયણ`ને હવે મરાઠીમાં રિલીઝ કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબાસાહેબ પાટીલે ફિલ્મના નિર્માતાઓને વિનંતી કરી છે કે તેઓ ફિલ્મનું મરાઠી ડબ કરેલું વર્ઝન રજૂ કરે અને મહારાષ્ટ્રમાં તેને થિયેટરોમાં પ્રદર્શિત કરે. તેમણે આ અંગે ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાને પત્ર લખ્યો છે. મહારાષ્ટ્રમાં NCPની ફિલ્મ અને સાંસ્કૃતિક વિંગનું નેતૃત્વ કરતા બાબાસાહેબ પાટીલે તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મરાઠી ભાષા લગભગ ૧,૦૦૦ વર્ષ જૂનો સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને તેને `શાસ્ત્રીય ભાષા` (ક્લાસિકલ લેંગ્વેજ)નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, તેમણે દલીલ કરી છે કે ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત કોઈ મોટી ફિલ્મમાં મરાઠી ભાષાનો સમાવેશ ન કરવો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

મરાઠી પ્રેક્ષકો પોતાની ભાષામાં ફિલ્મ જોઈ શકે તે સુનિશ્ચિત કરવું



પોતાના પત્રમાં પાટીલે મહારાષ્ટ્રમાં રહેલા વિશાળ સિનેમેટિક માર્કેટ (ફિલ્મ બજાર) પર પણ પ્રકાશ પાડ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યના પ્રેક્ષકોને તેમની માતૃભાષામાં ફિલ્મ જોવાની તક મળવી જોઈએ. તેમના મતે, ફિલ્મની રિલીઝ રણનીતિમાં સામેલ અન્ય પ્રાદેશિક ભાષાઓની જેમ જ મરાઠીને પણ સમાન મહત્ત્વ આપવામાં આવવું જોઈએ. પાટીલે સ્પષ્ટ કર્યું કે તેમની માગ અન્ય કોઈ ભાષા કે પ્રાદેશિક સંસ્કરણની વિરુદ્ધ નથી; પરંતુ તેનો ઉદ્દેશ્ય મરાઠી ભાષા અને તેના બોલનારા લોકો માટે સમાન સન્માન અને પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે.


બહુભાષી રિલીઝની યોજનાઓ


મળતી માહિતી મુજબ, ફિલ્મ `રામાયણ`ને મોટા પાયે, બહુભાષી સ્તરે રિલીઝ કરવામાં આવી છે. હાલમાં, દેશભરમાં થિયેટર રિલીઝ માટે જાહેર કરાયેલી ભાષાઓમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે, પણ તેમાં મરાઠી ભાષાનો ઉલ્લેખ નથી. મરાઠીને બાકાત રાખવાને કારણે મહારાષ્ટ્રમાં ચિંતા ઊભી થઈ છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મે રિલીઝ થયાના માત્ર આઠ દિવસમાં જ વૈશ્વિક બૉક્સ ઑફિસ પર રૂ. ૧,૦૦૦ કરોડનો આંકડો વટાવી દીધો છે. હાલ પૂરતું, ફિલ્મના નિર્માતાઓએ બાબાસાહેબ પાટીલની માગ અંગે કોઈ જહરત કરી નથી. વધુમાં, મરાઠી ડબ કરેલું વર્ઝન તૈયાર કરવા અથવા મહારાષ્ટ્ર માટે અલગથી થિયેટર રિલીઝ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વિશ્વભરમાં ૧૦૦૦ કરોડનો બિઝનેસ કરનારી થર્ડ-ફાસ્ટેસ્ટ ભારતીય ફિલ્મ બની ‘રામાયણ’

‘રામાયણ’ દિવાળીના ત્રણ દિવસ પહેલાં પાંચમી નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મે વિશ્વભરમાં ૧૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મને મળેલા સકારાત્મક રિવ્યુ અને શરૂઆતના પ્રતિસાદને કારણે દર્શકોમાં એની સારી ચર્ચા થઈ હતી, જેનો ફાયદો વિદેશી બજારમાં પણ જોવા મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK